ઊંઝા મહેસાણા હાઈવે પર ઈકો ગાડી ડિવાઇડર સાથે અથડાઈ : પાંચ લોકોના મોત

ઊંઝા મહેસાણા હાઈવે પર ઈકો ગાડી ડિવાઇડર સાથે અથડાઈ : પાંચ લોકોના મોત

છ જણાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ઉનાવા પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઊંઝા મહેસાણા હાઈવે પર ગોઝારા અકસ્માતે સમગ્ર પરિવારને વિખેરી નાખ્યો છે. જેને લઈ કાળમુખા અકસ્માતથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનના પાલી જિલ્લાનો પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન મહેસાણા ઊંઝા હાઈવે પર ઉનાવા ગામ નજીક પૂરઝડપે જઈ રહેલ ઈકો ગાડી ધડાકાભેર ડીવાઈડરને અથડાઈ હતી જેમાં ચારના ઘટના સ્થળે અને એકનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ઊંઝા તાલુકાના ઉનાવા ગામ પાસે આવેલી કોમ્ફી હોટલ સામે વહેલી સવારે પૂરપાટે જઈ રહેલ ઇકોગાડી ધડાકાભેર ડીવાઈડરને  અથડાઈ હતી જેમાં રાજસ્થાનના કુમાવત પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. ઇકોકાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા કારના ભુક્કા બોલી ગયા હતા. અને પાંચના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારના ગોઝારા અકસ્માતે લગ્ન પ્રસંગનો આનંદ માણી ઘરે પરત ફરતા પરિવારમાં કુલ 5 ના મોત નીપજતા પરિવાર હાલ શોકમગ્ન બની ગયો છે. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 પાંચ મૃતકોના નામ

1 રામલાલ લખાજી કુમાવત

2 કોમલ મદનલાલ કુમાવત

3 કૈલાસ રામલાલ કુમાવત

4 આયુષ મંદનલાલ કુમાવત

5 મંથરા દેવી લખારામજી કુમાવત

ઇજાગ્રસ્તોના નામ

1 નશ્રભાઈ

2 જમનીદેવી

3 પકબીદેવી

4 રાકેશ

5 મમતાબેન તમામ રહે.રાજસ્થાન

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *