રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા13 એપ્રિલ, 2026| Super Admin

મહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને

મહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને

ભાજપનો વિવાદ વકર્યો : મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો

મહેસાણા મહાનગરપાલિકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉંદરવારોના ફોર્મ ચકાસણીના સમયે સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા પોતાના હોદ્દાની ગરિમા ના જાળવી એકહથ્થુ વર્તન કરવા જતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેસવસિંહ ચાવડા, લોકસભા ઈન્ચાર્જ ભરત પટેલ, યુવા અધ્યક્ષ સંજયસિંહ ઠાકોર, ઉમદેવાર જયેશભાઇ પટેલ, ગાયત્રીબા ઝાલા, અલ્પેશ પટેલ તેમજ તેમના સમર્થકોને જાણ થતાં ભાજપની કુનીતિ બાબતે આમ આદમી પાર્ટી તરફથી તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ વતી સ્પષ્ટ રજુઆત હતી કે ફોર્મ ચકાસણી કરતી વખતે દરખાસ્ત કરનાર તેમજ ઉમેદવાર જ હાજર રહી શકે એ સિવાય અન્ય ત્રાહિત વ્યક્તિ આ પ્રક્રિયા દરમિયાન હાજર રહી શકે નહીં તો પછી ભાજપના ધારાસભ્ય શા માટે ફોર્મ ચકાસણી સમયે કલેક્ટર ઓફિસમાં હાજર રહ્યા છે ? મહેસાણામાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં ધારાસભ્યની દરમિયાનગીરીના વિરોધમાં ભાજપ અને આપ વચ્ચે તંગદિલી ફેલાઈ જતાં રાજકીય માહોલ ગરમાયો હતો.

જે બાબતે હોબાળો મચતાં તેમજ સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલની હાજરી બાબતે વિરોધ દર્શાવતા ભાજપ અને આપ ના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ આમને સામને આવી જતા મામલો બીચકયો હતો. સમગ્ર ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે ત્યાંથી મોકો જોઈને ચાલતી પકડવી પડી હતી ત્યાર બાદ ભાજપ અને આપ ના કાર્યકર્તાઓમા ભારે હોબાળો મચી ગયો હતો. આ બનાવ સંદર્ભે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એક થઈને ભાજપનો પૂરજોશ વિરોધ કર્યો હતો અને આ રીતે ભાજપની હલકી રાજનીતિને સખત શનદોમાં વખોડી દીધી હતી.

આ સીવાય પણ ભાજપના કહેવાતા કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારના દરખાસ્ત કરતાંને ઉઠાવી લઇને ફોર્મ પાછું ખેંચવાની ઘટનાએ પણ સળગતામાં ઘી હોમવા જેવું કરતા ઉપરોક્ત બન્નેય બાબતોને લઈને ઉગ્ર વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા સમગ્ર બનાવ મહેસાણા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

સંબંધિત સમાચાર