રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે

ઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે

કોંગ્રેસના ૧૧ અને અપક્ષ ૨૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં 

તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલની નો રીપીટ થીયરી

 ઉંઝા નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનો ત્રિકોણીયો જંગ ખેલાશે. ઉંઝા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસના મેન્ડેડ પર ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યાર સુધી કોંગ્રેસની વિચારધારા વાળા ઉમેદવારો લડતા પરંતુ પ્રથમ વાર કોંગ્રેસ નગરપાલિકામાં મેન્ડેડ આપી રહ્યું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૧૧ ઉમેદવારોને રીપીટ કર્યા છે જ્યારે ૨૫ નવા ચહેરાને તક આપી છે. કોંગ્રેસના ૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જ્યારે અપક્ષ ૨૪ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં વોર્ડ.૧ માં ૨, વોર્ડ નં.૨ માં ૧, વોર્ડ નં.૩ માં ૧, વોર્ડ નં.૪ માં ૯, વોર્ડ નં.૬ માં ૧, વોર્ડ નં.૭ માં ૨ અને વોર્ડ નં.૯ માં ૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા છે. 

ઉંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને કેટલીક બેઠકો અપક્ષ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા તાલુક જીલ્લામાં તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલની નો રીપીટ થીયરી જોવા મળી રહી છે. ભાજપમાં તાલુકામાં ઉનાવા ૧ અને ઉનાવા ૨ જ્યારે જીલ્લામાં ઉનાવાના ઉમેદવારોએ ઢોલ નગારા સાથે ફોર્મ જમા કરાવ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર