રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●

અમારા વિશે

રખેવાળનો ડિજિટલ યુગમાં પ્રવેશ — શબ્દ યાત્રાના પાંચ દાયકાની સફર

૧૯૭૨

રખેવાળ સાપ્તાહિકની શરૂઆત

૧૯૮૫

ઉત્તર ગુજરાતનાં પ્રથમ દૈનિકની શરૂઆત

૨૦૦૭

ડીજીટલ અને સોશિયલ મીડિયામાં પ્રવેશ

પત્રકારત્વની પાઠશાળા જ નહીં, પરંપરા

બરોબર પાંચ દાયકા પહેલાં રખેવાળની અખબારી યાત્રાની શરૂઆત થઈ હતી. ૧૯૭૨થી સાપ્તાહિક અને પાંચ ફેબ્રુઆરી ૧૯૮૫થી રખેવાળ દૈનિક — પત્રકારત્વની પાઠશાળા જ નહીં પરંતુ પરંપરા કહી શકાય તેવી રખેવાળની શબ્દ યાત્રા આજે ૫૦ વર્ષથી અવિરતપણે આગળ ધપી રહી છે.

ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ અને જનસેવાના જીવન મંત્રને સાકાર કરવાના ઉદ્દેશ્યથી પાંચ દાયકા ઉપરાંતની આ સફર દરમિયાન અનેક સંઘર્ષો અને પડકારો વચ્ચે પણ રખેવાળે તેના મૂળભૂત ઉદ્દેશ્યો અને અખબારી મૂલ્ય સાથે બાંધછોડ કરી નથી.

તેના પરિણામ સ્વરૂપ સમય સાથે તાલ મિલાવતા રખેવાળ આજે હકારાત્મક અખબારની વિચારધારા સાથે લોકહૈયાનો ધબકાર બની ગયું છે. જેના પાયામાં અમૃતભાઈ શેઠની આગવી કોઠાસૂજ અને અપાર જહેમત છુપાયેલી છે.

હકારાત્મક અભિગમ અને અખબારી મૂલ્યોની જાળવણી સાથે આજે હજારો ચાહકો માટે 'રખેવાળ' માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત છે. સચોટ અહેવાલો, તટસ્થ પત્રકારત્વ — સાચા અર્થમાં પ્રજા અને તંત્ર વચ્ચે સેતુરૂપ માધ્યમ પુરવાર થયા છે.

ડિજિટલ યુગમાં પ્રવેશ

'રખેવાળ'ની અવિરત અખબારી સફરમાં ૨૦૦૭માં સમય સાથે તાલ મિલાવી ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો — તે સમયે ઉત્તર ગુજરાતમાં આ નવી પહેલથી રખેવાળના ઇતિહાસમાં એક નવો અધ્યાય આલેખાયો. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર દૈનિક લાખો હિટ્સ સાથે 'રખેવાળ'ને વૈશ્વિક ઓળખ મળી.

કંઈક વધુ... કંઈક વિશેષ આપવાની પરંપરામાં રખેવાળ પ્લસ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર નવીન અને અર્થપૂર્ણ રીતે દર્શકો જોડાય તે માટે યુટ્યુબ, ફેસબુક, ડાયનેમિક વેબસાઇટ અને સમર્પિત મોબાઇલ એપ્લિકેશન સહિતના વિવિધ પ્લેટફોર્મ પર વિસ્તરેલ છે. તેમજ ડેઇલીહન્ટ જેવા મુખ્ય મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ વ્યૂહાત્મક જોડાણ કરેલ છે.

રખેવાળ પ્લસ

રખેવાળના ડિજિટલ પ્લેટફોર્મ રખેવાળ પ્લસ દ્વારા, રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, ડૉક્ટરો અને અન્ય પ્રતિભાવન્ત વ્યક્તિઓ અને સંસ્થાઓના કાર્યો સાથે વિશિષ્ટ જીવંત મુલાકાતો પ્રસારિત કરવામાં આવે છે.

ઝડપથી બદલાતા સમાજ જીવનમાં 'રખેવાળ' આવા વિશેષ કાર્યક્રમો અને સેવાકાર્યોની નોંધ લેવાય અને વાત આમ પ્રજા સુધી પહોંચે અને સમાજમાં હકારાત્મક બદલાવ આવે તે એક માત્ર આશય સાથે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યું છે.