About Us
રખેવાળનો ડિજિટલ યુગમાં પ્રવેશ…
શબ્દ યાત્રાના પાંચ દાયકાની સફર…પત્રકારત્વની પાઠશાળા જ નહીં પરંપરા…
૧૯૭૨થી સાપ્તાહિક અને પાંચ ફેબ્રુઆરી ૧૯૮૫થી રખેવાળ દૈનિક… બરોબર પાંચ દાયકા પહેલાં રખેવાળની અખબારી યાત્રાની શરૂઆત થઈ હતી… પત્રકારત્વની પાઠશાળા જ નહીં પરંતુ પરંપરા કહી શકાય તેવી રખેવાળની શબ્દ યાત્રા આજે ૫૦ વર્ષથી અવિરતપણે આગળ ધપી રહી છે…
ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ અને જનસેવાના જીવન મંત્રને સાકાર કરવાના ઉદ્દેશ્યથી પાંચ દાયકા ઉપરાંતની આ સફર દરમિયાન અનેક સંઘર્ષો અને પડકારો વચ્ચે પણ રખેવાળે તેના મૂળભૂત ઉદ્દેશ્યો અને અખબારી મૂલ્ય સાથે બાંધછોડ કરી નથી તેના પરિણામ સ્વરૂપ સમય સાથે તાલ મિલાવતા રખેવાળ આજે હકારાત્મક અખબારની વિચારધારા સાથે લોકહૈયાનો ધબકાર બની ગયું છે. જેના પાયામાં અમૃતભાઈ શેઠની આગવી કોઠાસૂજ અને અપાર જહેમત છુપાયેલી છે.
હકારાત્મક અભિગમ અને અખબારી મૂલ્યોની જાળવણી સાથે આજે હજારો ચાહકો માટે ‘રખેવાળ’ માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત છે. સચોટ અહેવાલો તટસ્થ પત્રકારત્વ સાચા અર્થમાં પ્રજા અને તંત્ર વચ્ચે સેતુરૂપ માધ્યમ પુરવાર થયા છે. ‘રખેવાળ’ ની અવિરત અખબારી સફરમાં ૨૦૦૭માં સમય સાથે તાલ મિલાવી ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો—તે સમયે ઉત્તર ગુજરાતમાં આ નવી પહેલથી *રખેવાળ*ના ઇતિહાસમાં એક નવો અધ્યાય આલેખાયો. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર દૈનિક લાખો હિટ્સ સાથે ‘રખેવાળ’ ને વૈશ્વિક ઓળખ મળી.
કંઈક વધુ…કંઈક વિશેષ આપવાની પરંપરામાં *રખેવાળ પ્લસ* દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર નવીન અને અર્થપૂર્ણ રીતે દર્શકો જોડાય તે માટે યુટ્યુબ, ફેસબુક, ડાયનેમિક વેબસાઇટ અને સમર્પિત મોબાઇલ એપ્લિકેશન સહિતના વિવિધ પ્લેટફોર્મ પર વિસ્તરેલ છે. તેમજ ડેઇલીહન્ટ જેવા મુખ્ય મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ વ્યૂહાત્મક જોડાણ કરેલ છે.
રખેવાળના ડિજિટલ પ્લેટફોર્મ *રખેવાળ પ્લસ* દ્વારા, રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, ડૉક્ટરો અને અન્ય પ્રતિભાવન્ત વ્યક્તિઓ અને સંસ્થાઓના કાર્યો સાથે વિશિષ્ટ જીવંત મુલાકાતો પ્રસારિત કરવામાં આવે છે. ઝડપથી બદલાતા સમાજ જીવનમાં ‘રખેવાળ’ આવા વિશેષ કાર્યક્રમો અને સેવાકાર્યોની નોંધ લેવાય અને વાત આમ પ્રજા સુધી પહોંચે અને સમાજમાં હકારાત્મક બદલાવ આવે તે એક માત્ર આશય સાથે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યું છે.
Location Info
- Deesa (Head Office & Press)
- Manav Mandir, P.O. Box No. 1, Deesa-385535
- deesa@rakhewaldaily.com
- 9427016764
- Ahmedabad
- 103, Ashvmaegh Avenue, Nr. Mithakali underbridge, Ahmedabad
- ahmedabad@rakhewaldaily.com
- 9427641806
- Palanpur
- 119, Aroma Arcade, Opp. Jilla Panchayat, Palanpur, 385555
- palanpur@rakhewaldaily.com
- List Item
Send Us Message
- Deesa (Head Office
- Manav Mandir, P.O. Box No. 1, Deesa-385535
- deesa@rakhewaldaily.com
- List Item