રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

લોકશાહીનો ઉત્સવ : વાવ-થરાદમાં ચૂંટણીનો ગરમાવો; મતાધિકારનો ઉપયોગ કરવા તંત્રની અનોખી અપીલ

લોકશાહીનો ઉત્સવ : વાવ-થરાદમાં ચૂંટણીનો ગરમાવો; મતાધિકારનો ઉપયોગ કરવા તંત્રની અનોખી અપીલ

 નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તથા સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર હોઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ (SVEP) સ્ટેટ વોટર્સ આવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

થરાદ શહેરના હાર્દ સમા વિસ્તારમાં નગરપાલિકા વિસ્તાર તથા બસ સ્ટેશન વિસ્તારમાં તાલુકા નોડેલ કરસનભાઈ પરમાર અને જિલ્લા સહ નોડેલ  દિનેશકુમાર ત્રિવેદી દ્વારા વિવિધ બેનરો સાથે મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદારોને મતદાન કરવા માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાવ થરાદ જિલ્લાના મતદાર જાગૃતિ કાર્યક્રમના નોડેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.હિતેશ પટેલ દ્વારા પરિપત્ર કરીને વાવ થરાદ જિલ્લાની તમામ શાળાઓમાં તા. 24/04/2026 સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા માટે જાણ કરવામાં આવેલ છે. વાવ થરાદ વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોમાં અવારનેશ આવે તથા મતદાન જાગૃતિ પ્રત્યે પ્રેરિત થાય અને ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય તે માટેના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સહાનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર