રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ટોલ પ્લાઝા પર આજથી નવા નિયમો : FASTag નહીં હોય તો UPIથી 1.25 ગણો ટેક્સ, રોકડ વ્યવહાર બંધ

જો તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના તમામ ટોલ પ્લાઝાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધા છે. ગત 1 એપ્રિલથી રોકડ વ્યવહારો બંધ કર્યા બાદ, હવે 10 એપ્રિલથી ફાસ્ટેગના નવા અને કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, જો તમારી ગાડીમાં FASTag નથી અથવા તેમાં રિચાર્જ નથી, તો તમે માત્ર UPI દ્વારા જ ચૂકવણી કરી શકશો. પરંતુ ધ્યાન રાખજો, UPI થી પેમેન્ટ કરવા પર તમારે સામાન્ય ટોલ કરતા 1.25 ગણો વધારે ચાર્જ આપવો પડશે. એટલું જ નહીં, જો તમારો ટેગ બ્લેકલિસ્ટ હશે અથવા મિનિમમ બેલેન્સ નહીં હોય, તો તમારે બમણો ટોલ ચૂકવવો પડશે. NHAI એ હવે ઈ-નોટિસની સુવિધા પણ શરૂ કરી છે. જો કોઈ કારણસર ટોલ ડિજિટલ રીતે નથી ચૂકવાયો, તો તમને નોટિસ મળશે. જો આ રકમ 3 દિવસમાં જમા નહીં કરાવો, તો તમારી ચૂકવવાપાત્ર રકમ બમણી થઈ જશે. ડિજિટલ નેટવર્કને 100 ટકા સફળ બનાવવા માટે સરકારે આ આકરો નિર્ણય લીધો છે. 

શું બદલાયું? (તુલનાત્મક કોષ્ટક)

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Gujarat#NHAI#Fastag

સંબંધિત સમાચાર