પાટણના નવા બસ સ્ટેન્ડ નજીક ખાનગી વાહન ચાલકો અને રીક્ષા ચાલકો પોતાના વાહનો પાર્ક કરી જતાં રહેતાં હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકને સમસ્યા ઉદ્ભવવા પામી છે. ત્યારે સોમવારે મોડી સાંજે નવા બસ સ્ટેશનની નજીક કોઈ ખાનગી વાહનચાલક પોતાની કાર પાર્ક કરીને જતા રહેતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. આ બાબતની જાણ પાટણ સીટી ટ્રાફિક પી.એસ.આઇ સોલંકીને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી ખાનગી ગાડીના માલિકને તાત્કાલિક બોલાવી તેઓની પાર્ક કરેલી ગાડી દૂર કરાવી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. પાટણના નવીન બસ સ્ટેશન નજીક અવારનવાર ખાનગી વાહન ચાલકો પોતાના વાહનો પાકૅ કરીને ટ્રાફિકની સમસ્યા ઉદભવતા હોય ત્યારે ટ્રાફિક પોલીસે આ નવા બસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરાતા ખાનગી વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
તંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
7 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
