રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા ચૂંટણી 2026: 1128 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે મહામુકાબલો

બનાસકાંઠા ચૂંટણીનું ફાઈનલ ગણિત: 1128 ફોર્મ માન્ય, જાણો કયા પક્ષના કેટલા ઉમેદવારો મેદાનમાં.

જિલ્લા પંચાયતની 48 બેઠકો પર જંગ જામશે: ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો, 'આપ' પણ જોરમાં.

નગરપાલિકાઓમાં અપક્ષો વધારશે ટેન્શન? પાલનપુર, ડીસા અને ધાનેરામાં 71 અપક્ષ ઉમેદવારોના ફોર્મ માન્ય.

ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ: 15મીએ ફોર્મ ખેંચાશે, 26મીએ મતદાન અને 28મી એપ્રિલે જાહેર થશે પરિણામ.

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે ફાઈનલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ ગયું છે. જિલ્લામાં કુલ 1128 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે, જેની સાથે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના રણમેદાનનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે."જિલ્લા પંચાયતની 48 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંનેના 47-47 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 30 બેઠકો પર મજબૂત દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો 240 બેઠકો માટે ભાજપના 238 અને કોંગ્રેસના 236 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. નગરપાલિકાઓમાં સ્થિતિ રસપ્રદ છે. પાલનપુર, ડીસા અને ધાનેરાની 116 બેઠકો માટે 71 જેટલા અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી મુખ્ય પક્ષોના સમીકરણો બગડી શકે છે. હવે સૌની નજર 15મી એપ્રિલ પર છે, જે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ 26મી એપ્રિલે મતદાન અને 28મીએ મતગણતરી હાથ ધરાશે. 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર