રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર

દાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર

જિલ્લા પંચાયત બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામ્યો

દાંતા તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ચિત્ર આજે સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેમાં રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે. તાલુકા પંચાયતની 20 બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, જેમાંથી બે ઉમેદવારો ભાજપમાં જોડાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. દાંતા અને રંગપુર બેઠક પર ભાજપે આ રીતે સીધી જીત મેળવી છે. ફોર્મ પરત ખેંચવાના દિવસે દાંતા કચેરી ખાતે તણાવપૂર્ણ માહોલ પણ જોવા મળ્યો હતો. ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે સમયસર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો, જેથી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

આ વખતે કોંગ્રેસના ગઢ મનાતા દાંતા તાલુકામાં પાર્ટી નબળી પડી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. કુલ પાંચ ફોર્મ પરત ખેંચાયા છે, જેમાં કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. બીજી તરફ જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. આ અંગે પ્રાંત અધિકારી કે.આર. હરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચારેય બેઠકો પર કટોકટીભર્યો મુકાબલો રહેશે. આ સમગ્ર પરિસ્થિતિએ દાંતા તાલુકામાં ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દીધી છે, જ્યાં હવે મતદારોનો મૂડ અંતિમ પરિણામ નક્કી કરશે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#danta#2026 elections

સંબંધિત સમાચાર