રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં ભીષણ આગ; અફરાતફરીનો માહોલ

મહેસાણાના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં ભીષણ આગ; અફરાતફરીનો માહોલ

મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલા જાણીતા સૂર્યા કોમ્પલેક્ષમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. કોમ્પલેક્ષની ત્રણ અલગ-અલગ દુકાનોમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.

ઘટનાની જાણ થતા જ મહેસાણા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં દુકાનમાં રહેલો સરસામાન બળીને ખાખ થઈ ગયો છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર