રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ

મહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ

ભાજપના દિગ્ગજ દાવેદારોમાં ભાજપ વિરુધ્ધ નારાજગી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ હેઠ ચૂંટણી લડવા માંગતા અનેક કાર્યકર્તાઓની ટીકીટ કપાઈ જતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ ભાજપના નેતાઓ મહિલાઓની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ એજ ભાજપમાં મહિલાનું સન્માન જળવાતું ના હોવાનું જણાવી અનેક માહિલા દાવેદાર કાર્યકર્તાઓએ સખત નારાજગી વ્યક્ત કરી છે. મહેસાણા શહેર અને તાલુકામાં વર્ષોથી સક્રિયપણે કામગીરી કરતા મહિલા મોરચાની બહેનો ટીકીટ કાપવામાં આવતા મહિલાઓએ પક્ષમાં બળવો પોકાર્યો છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદાર એવા સક્ષમ મહિલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી અને છેક અંત સુધી ભાજપમાં આશ્વાસન આપી મહિલા દાવેદારોની ટીકીટ રાતોરાત કાપી નાખવામાં આવતા મહિલા મોરચાની બહેનોએ પક્ષ પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરતાં નારાજગીના સૂર રેલાવ્યા હતાં. તેમજ પક્ષ દ્વારા જે રીતે મહિલાઓની છાંટણી કરવામાં આવી રહી છે તે જોતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ટીકીટ કપાઈ જતાં ભાજપ માંથી અનેક મહિલા પદાધિકારીઓએ પક્ષ માંથી રાજીનામુ ધરી દીધું છે તો ક્યાંક ક્યાંક મહિલા કાર્યકરોએ પક્ષમાં નિષ્ક્રિય થઈ જવાની હાંકલ પણ મહિલા કાર્યકર્તાઓને કરતા જણાવ્યું હતું કે જો આ રીતે ભાજપનું મોવડી મંડળ વર્ષો સુધી સક્રિય ભૂમિકા ભજવી પક્ષને મજબૂત કરવામાં સિંહ ફાળો આપનારી મહિલાઓને સાઈડ લાઇન કરવામાં આવતી હોય તો એ પક્ષ માટે  કોઈ પ્રચાર કે કામગીરી નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટ ચીમકી પણ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા ઉચ્ચારવામા આવી છે.

ભાજપમાં વર્ષો સુધી મહત્વના પદ પર રહી પક્ષને મજબૂત કરવા માટે રાત દિવસ મહેનત કરતી મહિલા મોરચાની પદાધિકારી મહિલા કાર્યકર્તાઓની ટીકીટ કપાઈ જતા તેમને પોતાની હૈયા વરાળ ઠાલવી દુઃખ વ્યક્ત કર્યું હતું. જેમાં ખાસ કરીને રોનકબેન પટેલ- મહેસાણા શહેર મહામંત્રી, ખુશ્બુબેન આચાર્ય-મહેસાણા શહેર ઉપ પ્રમુખ, અનિતાબેન ચૌધરી-મહેસાણા તાલુકા મહિલા મોરચા પ્રમુખ, અંકિતાબેન મોઢ-મહેસાણા શહેર મહિલા મોરચા મંત્રી સહિત અનેક મહિલાની ટીકીટ કાપી દેતા પક્ષ પ્રત્યે ઘેરા શોક સહિત દુઃખની લાગણી જોવા મળી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ પરથી ચૂંટણી લડવાના સોનેરી સપના જોઈને બેઠેલા અનેક લોકોની ટીકીટ રાતોરાત કપાઈ જતાં મહાનગરપાલિકાના સભ્ય બનવાનું સપનું રોળાઈ ગયું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર