હિંમતનગર ખાતે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ

હિંમતનગર ખાતે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ

દેશના માનનીય પ્રધાનમંત્રીના “સ્વસ્થ અને વિકસિત ભારત”ના વિઝન તેમજ માતા અને બાળ મરણદર ઘટાડવાના ઉમદા ધ્યેયને સાકાર કરવા  હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલના હસ્તે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અદ્યતન ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોર દ્વારા છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત રસીકરણ સેવા સુનિશ્ચિત બનશે.જિલ્લામાં ચાલતા સર્વગ્રાહી રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવવા ₹1.62 કરોડના ખર્ચે આધુનિક તકનીકી સુવિધાઓથી સજ્જ વેક્સીન સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે.આ સ્ટોર જિલ્લાની 32,000થી વધુ સગર્ભા માતાઓ અને 30,300થી વધુ 0 થી 5 વર્ષના બાળકોને અપાતી નવ પ્રકારની જીવનરક્ષક રસીઓ (BCG, OPV, Pentavalent, MR, Td વગેરે) માટે વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ  જાળવવામાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવશે.

આ સ્ટોરની મુખ્ય તકનીકી સુવિધાઓમાં 2°C થી 8°C તાપમાન જાળવવા માટે અદ્યતન આઈસ લાઈન્ડ રેફરીજરેટર,(ILR) અને Deep Freezer Units, 24×7 સતત મોનીટરીંગ માટે Digital Data Logger અને રિમોટ ટેમ્પરેચર ટ્રેકિંગ સિસ્ટમ, અચાનક વીજ પુરવઠો ખોરવાય ત્યારે કાર્યરત રહે તે માટે જનરેટર આધારિત પાવર બેકઅપ,તાપમાન ભંગ થાય ત્યારે તરત જાણ થાય તેવી ઑટોમેટેડ એલાર્મ સિસ્ટમ, Vaccine Vial Monitor (VVM) દ્વારા રસીની પોટેન્સી અને હીટ એક્સપોઝરનું નિરીક્ષણ, WHO માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સંગ્રહ, હેન્ડલિંગ અને વિતરણ વ્યવસ્થા ઉપલબ્ધ છે.

રસીઓની પોટેન્સી, સ્ટેબિલિટી અને ઈમ્યુનોજેનિસિટી જાળવવા માટે શીત શૃંખલા અનિવાર્ય છે. યોગ્ય તાપમાન જાળવણી દ્વારા રસીની અસરકારકતા સુરક્ષિત રહે છે. જેનાથી માતા અને બાળ આરોગ્ય સૂચકાંકોમાં ગુણાત્મક સુધારો થાય છે તથા વેક્સીન પ્રિવેન્ટેબલ ડિસીઝિસ (VPDs) સામે મજબૂત રક્ષણ મળે છે.આ આધુનિક વેક્સીન સ્ટોર જિલ્લા આરોગ્ય તંત્ર માટે એક મજબૂત આધારસ્તંભ સાબિત થશે. આ ઉદઘાટન સમયે વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *