રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ગેનાજી ગોળીયામાં દૂધની મંડળીમાં જ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી', ટેસ્ટર દૂધ ચોરતા ઝડપાયો

ડીસાના ગેનાજી ગોળીયામાં દૂધની મંડળીમાં જ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી', ટેસ્ટર દૂધ ચોરતા ઝડપાયો

દૂધ મંડળીમાં ટેસ્ટર દૂધની ચોરી કરતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા                                                                                                  

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયામાં શ્રી ગેનાજી ગોળીયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં દરરોજ ખેડૂતો દૂધ ભરાવવા બે ટાઇમ આવે છે. ત્યારે દૂધ મંડળીમાં ટેસ્ટર બંને ટાઇમ દૂધનું સેમ્પલ લઇ ખેડૂતોનું દૂધ ભરે છે. ત્યારે ખેડૂતોના દૂધની ઘટની જાણ થતાં દૂધ મંડળીના મંત્રી ઇશ્વરજી છોગાજી ગેલોત (માળી) અને ચેરમેન શંકરજી દલાજી ગેલોત (માળી) સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરતાં સંજયકુમાર રમેશભાઇ ગેલોત (માળી) દરરોજ સવારે અને સાંજે બે ટાઇમ છ માસથી 40 લીટરથી વધુની ચોરી કરતો હોવાનું માલૂમ મળ્યું હતું. 

ત્યારે દૂધ મંડળીના અધિકારી ભરતભાઇ પટેલે જાણ કરતાં તેઓ પણ તાત્કાલીક શ્રી ગેનાજી ગોળીયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જ્યારે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ટેસ્ટર સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જો કે, અગાઉ પણ શ્રી ગેનાજી ગોળીયા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં રૂ. 62 લાખથી વધુનું કૌભાંડ હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર