રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો

ડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો

ડીસા શહેર ઉત્તર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાયત્રી મંદિર સર્કલ પાસેથી ૧.૮૦ લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો

​બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈકો ગાડી સાથે મહેસાણાના શખ્સને ઝડપી પાડ્યો છે.

 ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર.ખત્રી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગાયત્રી મંદિર સર્કલ પાસે આવતા જલારામ ચાર રસ્તા તરફથી એક સિલ્વર કલરની મારૂતિ સુઝુકી ઈકો ગાડી (નંબર: GJ-09-BD-5249) આવતી જણાઈ હતી. પોલીસે ગાડી રોકાવી ચાલક સોનુ વિજયકુમાર ચુનીલાલ જાતે-રાણા (રહે. ગાંધીધામ, મૂળ રહે. મહેસાણા) પાસે ગાડીના કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.​પોલીસે રૂ. ૧,૮૦,૦૦૦/- ની કિંમતની ગાડી જપ્ત કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે:

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર