સિદ્ધપુરમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુરમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ કાર્યક્રમ યોજાયો

સિધ્ધપુર યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે દીકરીઓના આરોગ્ય સુરક્ષા માટે સિદ્ધપુરમાં પ્રથમ મહત્વપૂર્ણ પહેલ તરીકે સર્વાઇકલ કેન્સરની રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૨૦ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી. સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી વહેલી વયે સુરક્ષા મળી રહે તે હેતુથી આ રસીકરણ અત્યંત જરૂરી અને લાભદાયી સાબિત થાય છે. દીકરીઓના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટે આરોગ્યલક્ષી કાર્યક્રમો સમાજ માટે માર્ગદર્શક બનશે. યોગાંજલિ દ્વારા આગામી સમયમાં બાળકો, યુવતીઓના આરોગ્ય તથા શિક્ષણને પ્રાધાન્ય આપતા સેવાકીય કાર્યક્રમો યોજાશે.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *