ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવાનો સંકલ્પ

ડીસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવસેવા સમિતિ દ્વારા વિશાળ શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

​​ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ.  એમ.બી. કોટવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પી.આઈ. કોટવાલે યાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામ સમાજના આગેવાનોએ એકસૂરે ડીસાની ભાઈચારાની પરંપરા જાળવી રાખી ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવવાની ખાતરી આપી હતી.

​શિવસેવા સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર  આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભક્તિમય માહોલમાં ફરશે. યાત્રાને શિસ્તબદ્ધ બનાવવા માટે સમિતિના સ્વયંસેવકો દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *