પાટણ આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓ લઇ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

પાટણ આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓ લઇ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

સમગ્ર દેશમાં આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો મુદ્દે ચાલી રહેલી હડતાલને પાટણ આંગણવાડીની બહેનોએ પણ સમર્થન આપ્યું

સમગ્ર દેશમાં આંગણવાડી બહેનોના પડતરપ્રશ્નો મુદ્દે ચાલી રહેલી હડતાલને પાટણ આંગણવાડીની બહેનોએ પણ સમર્થન આપી આંગણવાડીની બહેનોને વર્ગ ત્રણ અને ચારમાં સમાવેશ કરવા સહિતની 11 માંગણીઓ સાથે ગુરૂવારે પાટણ કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

પાટણ આંગણવાડીની બહેનોએ પોતાની પડતર માંગણીઓને સરકાર દ્વારા તાત્કાલિક સંતોષવામાં આવે તેવી માગ સાથે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોને વર્ગ ત્રણ અને ચારમા સમાવિષ્ટ કરવામાં આવે, હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરી બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપી કાયમી ધોરણે નિમણૂક આપવામાં આવે અને ખામીયુક્ત મોબાઈલ એપ્લિકેશનો અને વધારાની કામગીરીના બોજમાથી મુકિત સાથેની 11  જેટલી માગણીઓ સંતોષવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ કલેકટર કચેરી ખાતે આપવામાં આવેલા આવેદનપત્રના કાર્યક્રમમા મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો જોડાઈ હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *