આગામી તા.11 જાન્યુઆરીના રોજ ખાનગી રાહે ગોઠવેલ ઈન્ટરવ્યુ મામલે પણ આક્ષેપ કર્યા
પાટણ નાગરીક સહકારી બેંકમાં વતૅમાન ચેરમેન અને કેટલાક ડિરેક્ટરો દ્વારા પોતાના સગા-વહાલાઓની બેકમાં ગેરકાયદેસર ભરતી કરવાના આક્ષેપો સાથે પાટણ જિલ્લા કલેક્ટરને નાગરીક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલ દ્વારા અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવેલી હતી. જે રજુઆતના પગલે કલેકટર દ્વારા જે તે અધિકારને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હોવા છતાં નાગરિક બેકના વતૅમાન ચેરમેન અને કેટલાક ડીરેકટરો દ્રારા કલેકટરના આદેશનું ઉલ્લધન કરી સ્થાનિક નાના અખબારમાં જાહેર ખબર પ્રકાશિત કરી પોતાનો મલીદ ઈરાદો પાર પાડવાની વેતરણ કરતાં હોવા મામલે નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલને ધ્યાનમાં આવતા આ ગેરકાયદેસર ભરતી મામલે બુધવારે તેઓએ પુનઃ જિલ્લા કલેકટર ને રૂબરૂ મળી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ રજૂઆત દરમ્યાન નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલે કલેકટર સમક્ષ જણાવ્યું હતું કે બેંકમાં અંદાજે 11 જેટલી ગેરકાયદેસર ભરતીઓ કરવા મામલે અગાઉ તેઓએ રજૂઆત કરી હોવા છતાં, પાટણ નાગરિક બેકના વતૅમાન ચેરમેન અને કેટલાક ડીરેકટરો દ્રારા વહાલાં દવલાની નિતિ આધારિત ખાનગી રીતે બેકમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી આગામી તા. 11/01/2026 ના રોજ શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે ખાનગી રાહે ઈન્ટરવ્યુ ગોઠવીને ચેરમેન સહિતના કેટલાક ડીરેકટરો પોતાના સગા વહાલા અને માનીતાઓને નોકરીમાં ગોઠવી દેવાની વેતરણમાં હોવાનો જયેશભાઈ પટેલે ગંભીર આક્ષેપ કરી બેંકના 95% જેટલા ડિરેક્ટરો RBI ની ગાઈડલાઈન મુજબ 10 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા હોવાથી ફરી ચૂંટણી લડવા માટે પાત્ર નથી. આથી તેઓ પોતાની સત્તાના અંતિમ સમયમાં પોતાના પુત્રો, પુત્રવધૂઓ અને અન્ય સગા-સંબંધીઓને બેંકમાં નોકરીએ લગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારની ગેરકાયદે ભરતીથી બેંકના સભાસદો અને બેરોજગાર યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ ભરતી પ્રક્રિયા તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો બેરોજગાર યુવાનો અને સભાસદો દ્વારા રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ તેઓ દ્રારા કલેકટર ને લેખિત મા કરેલ રજુઆતમા ઉચ્ચારવામાં આવી હોવાનું તેઓએ જણાવી આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને બેંકના સત્તાધીશોને પણ તેઓ દ્રારા નકલ રવાના કરી જાણ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

