પાટણ એ ડીવીઝન પોલીસે ઉતરાયણના પવૅને ધ્યાનમાં રાખીને શહેરના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું કર્યુ

પાટણ એ ડીવીઝન પોલીસે ઉતરાયણના પવૅને ધ્યાનમાં રાખીને શહેરના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું કર્યુ

પાટણ શહેરમાં આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. જે અંતર્ગત શુક્રવારે સાંજે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા આ કવાયત હાથ ધરાઈ છે. આ કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પી.આઈ.કે.જે.ભોંયની રાહબરી હેઠળ કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારો જેવા કે ખાટકીવાડો અને બુકડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉત્તરાયણ પર્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ શહેરમાં શિસ્તબદ્ધ વાતાવરણ વચ્ચે લોકો ઉતરાણ પવૅની ઉજવણી કરે તે આશયથી પોલીસે આ કામગીરી કરી હોવાનું એ ડીવીઝન પીઆઈ એ જણાવ્યું હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *