ધરણીધર તાલુકાની રાછેણા માયનોર-૧ કેનાલના રિપેરિંગ કામમાં ગેરરીતિઓના મુદ્દે સરપંચની ના.કા ઈજનેરને લેખિત રજુઆત

ધરણીધર તાલુકાની રાછેણા માયનોર-૧ કેનાલના રિપેરિંગ કામમાં ગેરરીતિઓના મુદ્દે સરપંચની ના.કા ઈજનેરને લેખિત રજુઆત

ધરણીધર તાલુકાના રાછેણા માયનોર-૧ (કેનાલ નંબર – 1) માં ગેરરીતિઓના મુદ્દે સરપંચ કિરણસિંહ રાજપુતે ના.કા ઈજનેરને એક લેખિત પત્ર લખી જણાવ્યું છે. રાછેણા ગામના ખેડૂતો અને જાગૃત નાગરિકો છીએ. રાછેણા માયનોર-૧ કેનાલના 700 મીટરની મરામત અને રિપેરિંગનું કામ તાજેતરમાં જ આપના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર બાબત એ છે કે, આ રિપેરિંગ કામ પૂર્ણ થયાના માત્ર બે (૨) દિવસની અંદર કેનાલમાં પાણીનો સામાન્ય પ્રવાહ શરૂ થતાં જ, રિપેર કરેલો ભાગ મોટાપાયે તૂટી ગયો છે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે રિપેરિંગ કાર્યમાં નીચે મુજબની ગંભીર બેદરકારી અને નબળી ગુણવત્તા રાખવામાં આવી છે: હલકી ગુણવત્તાનો માલ: રિપેરિંગમાં વપરાયેલો માલ-સામાન તદ્દન નબળી ગુણવત્તાનો છે.તકનીકી બેદરકારી કામમાં કોંક્રિટને સેટ થવાનો પૂરતો સમય (Curing) આપવામાં આવ્યો નથી, અથવા મિશ્રણ યોગ્ય પ્રમાણમાં નથી. નિરીક્ષણનો અભાવ તેમજ નર્મદા  વિભાગના સંબંધિત ઇજનેરો દ્વારા કામગીરીની ગુણવત્તાનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું નથી.

આ ભંગાણના કારણે કેનાલનું પાણી ખેતરોમાં પાણી વહી ગયું અને ખેતર બેટમાં ફેલાઈ ગયું છે. જેનાથી ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત સમયે મોટું નુકસાન થયું છે. આ મામલે તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચના કરી, રિપેરિંગ કામની ગુણવત્તા અને વપરાયેલા માલની લેબોરેટરી ચકાસણી કરાવવામાં આવે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર/એજન્સીને બ્લેકલિસ્ટ કરી, તેના ખર્ચે તાત્કાલિક અસરથી ગુણવત્તાયુક્ત પુનઃરિપેરિંગ કામ શરૂ કરવામાં આવે. નિરીક્ષણમાં બેદરકારી દાખવનાર સંબંધિત અધિકારીઓ સામે પણ નિયમાનુસાર કડક પગલાં લેવામાં આવે. તેમજ ખેડૂતોના હિતમાં આ બાબતને ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી કરવા સરપંચ રાછેણા કિરણસિંહ રાજપુતે પ્રબળ માંગ કરી છે

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *