પોલીસની 8 ટીમનું ઓપરેશન : 8,55,024 રૂ.નો મુદ્દામાલ કબ્જે કર્યો
બનાસકાંઠા પોલીસે મુસાફરોની નજર ચુકવી પાકીટ તેમજ બેગ ઉઠવતી ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસ દ્વારા અલગ અલગ કુલ આઠ જેટલી ટીમો બનાવી ટ્રાવેલ્સના તેમજ અલગ અલગ વિસ્તારના 250 થી વધુ સીસીટીવી ખંગોળી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે આ આરોપીઓની કડક પૂછપરછ દ્વારા 12 જેટલા ગુનાનો ભેદ પણ પોલીસે ઉકેલી લીધો છે.
દિવાળીના તહેવાર દરમિયાન 22 ઓક્ટોબર 2025 ના અમદાવાદની મહિલા મમતાબેન દિનેશભાઈ ગોદાવત ખાનગી ટ્રાવેલ્સમાં બેસી પરિવાર સાથે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. મુસાફરી દરમિયાન રાત્રિના કોઈ અજાણ્યા ઇસમો દ્વારા બસમાં સીટ નીચે મુકેલ મહિલાના બેગમાંથી સોના તથા ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને અન્ય સામગ્રી સહીત કુલ 2 લાખ 12 હજાર 750 મુદ્દામાલ ચોરી થતા મહિલાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ કુલ આઠ જેટલી ટીમો બનાવી ચોરી કરનાર આરોપીઓની શોધ ખોળ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટ્રાવેલ્સ તેમજ અન્ય જગ્યાએથી કુલ 250 થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગોળી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ડીસા વિસ્તારમાંથી ભરતભાઈ માવજીભાઈ દેવીપુજક ઝડપાઈ આવ્યો હતો. જેના થેલામાંથી સોનાની બુટ્ટી સોનાનો હાર સોનાની બુટ્ટી નાની સોનાની વીંટી સોનાની પાલી ચાંદીની કડલી, શેર સહિત કુલ 8 લાખ 55 હજારથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
જોકે પોલીસની તપાસ દરમિયાન ભરતભાઈ દેવીપુજક સહિત અન્ય આરોપી આ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા ભરતભાઈ માવજીભાઈ દેવીપૂજક, દીપકભાઈ માવજીભાઈ દેવીપુજક અને મુકેશભાઈ માવજીભાઈ દેવીપૂજક પાસેથી ચાલુ બસમાંથી ચોરાયેલ રોકડ રકમ કુલ 30000 હજાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીની કબુલાતથી પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ ત્રણેય આરોપીઓ ગુનાઓને અંજામ આપનાર ત્રણેય સગા ભાઈ નીકળ્યા હતા. પાલનપુર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આ ત્રણ સગા ભાઈઓએ 12 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે.
12 ગુનાનો ભેદ ઉકેલાયો
(૧) પાલનપુર શહેર પશ્ચિમમાં પાકીટ ચોરી
(૨) લગભગ ત્રણ મહિના પહેલા, અમદાવાદના અબીકાનગરમાં બસમાંથી એક ભાઈનું પાકીટ ચોરી.
(૩) આજથી છ મહિના પહેલા, મહેસાણા પાલાવાસણ ચોકડી ખાતે એક ભાઈના પાકીટની ચોરી.
(૪) અમદાવાદ સીટીએમ વિસ્તારમાં બસમાંથી એક ભાઈના પાકીટની ચોરી
(૫) અમદાવાદના નારોલ વિસ્તારમાં બસમાંથી એક ભાઈનું પાકીટ ચોરી
(૬) અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક બસમાંથી એક ભાઈનું પાકીટ ચોરી
(૭) ચાર મહિના પહેલા, મહેસાણા રાધનપુર ચોકડી ખાતે એક ભાઈનું પાકીટ જ્યારે તે બસમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે ચોરી.
(૮) સાત મહિના પહેલા, આણંદ બોરસદ ચોકડી નડિયાદ આણંદ બસમાંથી એક ભાઈનું પાકીટ ચોરી.
(૯) ચાર મહિના પહેલા, અમદાવાદ સીટીએમ નડિયાદ અમદાવાદ બસમાંથી એક ભાઈના પાકીટની ચોરી
(૧૦) ત્રણ મહિના પહેલા, ખેડા બસ સ્ટેન્ડ પર અમદાવાદ-ખેડા બસમાંથી એક ભાઈના પાકીટની ચોરી
(૧૧) સાત મહિના પહેલા આણંદ બોરસદ બસમાંથી એક ભાઈના પાકીટની ચોરી
(૧૨) એક વર્ષ પહેલા અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડમાંથી પાકીટ ચોર્યાની કબૂલાત


