માલગઢના પૂર્વ સરપંચનો ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ

માલગઢના પૂર્વ સરપંચનો ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ

તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવાએ આજે ગુરુવારે બપોરે આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવાએ માલગઢ નજીક આવેલા એક કોલ્ડસ્ટોરેજ ખાતે પોતાની બંદૂકથી ગોળી મારીને જાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળી વાગતા જ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

​ઇજાગ્રસ્ત કુંદનલાલ કચ્છવાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત અત્યંત નાજુક જણાતા, તેમને વધુ સારવાર માટે ઇસ્કોન આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે જોકે આ . આત્મહત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ​પૂર્વ સરપંચે શા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ? તે અંગેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને તે અકબંધ રહ્યું છે.પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જાણવા કવાયત હાથ ધરી છે.

​બનાવના પગલે, કુંદનલાલ કચ્છવાના આત્મહત્યાના પ્રયાસના સમાચાર મળતા જ માળી સમાજના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું હતું. આ ઘટનાને પગલે માલગઢ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે બનાવના પગલે તાલુકા પોલિસ ની ટિમ પણ દોડી આવી હતી અને આ સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *