ચાણસ્મા ના પલાસર ગામે નજીક બાબતે એક જ કોમના ઈસમો વચ્ચે સર્જાયેલ માથાકૂટમાં એકનું મોત

પાટણ
પાટણ

યુવાનની કરણપીણ હત્યા કરી નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા  પોલીસે ચક્રો ગતિશીલ કયૉ

ચાણસ્મા તાલુકાના પલાસર ગામ એક જ જ્ઞાતી ના વ્યકતીઓ વચ્ચે સામાન્ય બાબતે માથાકુટ થતાં 1 વ્યક્તિનું ધારીયું ધોકા જેવા હથીયારો થી હુમલો કરાતાં કરૂણ મોત નિપજ્યું હોવાની ઘટના સજૉતા સનસનાટી મચી જવા પામી હતી તો આ મામલે પોલીસે ધટના સ્થળે દોડી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી હકીકત મુજબ હુંમલો કરી મોત નિપજાવનારા વ્યકતીઓ ભાઈબીજના રોજ ચોટીલા પદયાત્રા સંઘ લઈ ને ગયા હતા જેનું આરોપી મૂકેશકુમાર શંભુભાઈ રાવળ ને મરણ જનાર યુવક પરેશ કુમાર ચીમનભાઈ રાવળ સાથે મનદુખ થયેલ જેની અદાવત રાખી આરોપીએ ગેરકાયદેશર મંડળી રચી ધોકા ધારીયું જેવા હથીયારો સાથે 11મી નવેમ્બરના રોજ સાંજના 3.30 કલાકે પહેલા  ગામ બહાર હુમલો કર્યો હતો ત્યાર બાદ ગાડીમાં નાખીને પલાસર ગામના ચોકમાં રામદેવપીર મંદિરના ઓટલા પર આવેલા લીંમડા નીચે લાવી વધારે માર મારતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો.

જેની જાણ પરિવારજનો ને થતાં ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત યુવક ને 108 મેડીકલ વાન મારફતે લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત યુવક નું મરણ થયાની જાણ પરીવાર જનો ને કરતાં પરીવાર જનો એ ચાણસ્મા પોલિસ ને જાણ કરતાં પી.આઇ. ચાવડાએ લાશ નું પંચનામું કરી લાશ નું પી.એમ. કરાવી મરણ જનાર યુવક ના ભાઈ જગદીશભાઈ ચીમનભાઈ ની ફરીયાદ લઈ આરોપીઓની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે ગામમાં સનસનાટી મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.