પાટણના જૂનાગંજમાં નગરપાલિકાએ બુલડોઝર ફેરવી 25થી વધુ દબાણો હટાવ્યા

પાટણના જૂનાગંજમાં નગરપાલિકાએ બુલડોઝર ફેરવી 25થી વધુ દબાણો હટાવ્યા

દબાણ દુર કરી ખુલ્લી જગ્યા પર પાલિકા 6×24 મીટરનો નવો શેડ બનશે

પાટણ નગરપાલિકાએ જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનને સાકાર કરવા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નવા શેડના નિર્માણ માટે માર્ગમાં નડતરરૂપ 25થી વધુ લારીઓ અને કાયમી દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ  કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *