ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક

ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક

દેશી અને આયુર્વેદિક દવાઓમાં અસારીયાનો ઉપયોગ

ઊંઝા ગંજબજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે અસારીયાની આવક પણ જોવા મળી રહી છે. હાલમાં 50 બોરીની આવક જોવા મળી રહી છે. જેના મણે સરેરાશ ભાવ રૂપિયા 1250 થી 1350 અને સારા માલના ભાવ રૂપિયા 1300 થી 1350 સુધીના જોવા મળ્યા હતા.

ઊંઝા ગંજબજારમાં અસારીયાની આવક મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠા પંથકમાંથી આવી રહી છે. અસારીયાનુ વાવેતર દિવાળી ટાણે કરવામાં આવે છે જેની આવકો માર્ચ પછી જોવા મળે છે. ઊંઝા એપીએમસીમાં અસારીયાની આવક પરચુરણ લોકલ ઘરાકી માટે વપરાય છે. અસારીયો દેશી અને આયુર્વેદિક ઉપચાર માટે ઉપયોગ થાય છે. જ્યારે દેશી અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *