મહેસાણા જિલ્લાની સૌ પ્રથમ સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

મહેસાણા જિલ્લાની સૌ પ્રથમ સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત

દૂધસાગર ડેરી સંચાલિત મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તેમજ સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનુ અમિત શાહ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના ટોચના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામે દૂધસાગર ડેરી સંચાલિત મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ સૈનિક સ્કૂલનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. દૂધસાગર ડેરી અને દૂરડા દ્વારા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે કુલ 20 વિઘા જમીનમાં નિર્માણ પામેલ ગ્રીન ફિલ્ડ સંકુલમાં  ધો.6 થી 12 ના 750 જેટલા વિધાર્થીઓને ભણવા રહેવાની સુવિધાઓ સાથેના આધુનિક સંકુલનુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાત દેશના લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે 30 મેટ્રિક ટન પ્રોસેસિંગ તથા પેકેજીંની ક્ષમતા વાળા પ્લાન્ટ નાના ગ્રાહકથી લઈ બલ્ક  પેકેજીંગ બનાવનાર પ્લાન્ટનું પણ આજે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો પાક હવે સિદ્ધુ દૂધસાગર ડેરી ખરીદી કરીને પ્રોસેસ કર્યા બાદ લોક વેચાણ માટે મુકશે. જેના માટે દૂધસાગર ડેરી દ્વારા ખેડૂતો સાથે વિવિધ પ્રકારના એમઓયુ કરવામાં આવશે. રાસાયણિક ખાતર અને બિયારણની લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ છે ત્યારે આ ઓર્ગેનિક અમૂલ બ્રાન્ડ વિશ્વનીય બ્રાન્ડ બનશે અને નાગરિકોના આરોગ્ય સાથે ખેડૂતોની આવક પણ વધશે.

આ માટે અમૂલ ઓર્ગેનિક પ્લાન્ટ માટે ઓર્ગેનિક અનાજ ,શાકભાજી, વગેરે ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ખેડૂતો સાથે સીધો કરવામાં આવ્યો એમ.ઓ.યુ.જેને લઈને ખેડૂતોને મળશે સારો ભાવ અને લોકોને સ્વાસ્થ્ય વર્ધક પ્રોડક્ટ મળશે આમ ખેડૂતોની આવક વધારવાની સાથે લોકોનું આરોગ્ય પણ જળવાશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા ના સાંસદ મયંકભાઇ નાયક, ધારાસભ્ય  મુકેશ પટેલ, સરદાર ચૌધરી, સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, કિરીટ પટેલ, ગિરીશ રાજગોર , દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી ઉપરાત મોટી સંખ્યામાં પશુપાલકો અને એમાં ખાસ મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *