રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના વોર્ડ નં-4 માં ચૂંટણી બહિષ્કારનું રણશિંગું: 'કામ નહીં તો વોટ નહીં' ના લાગ્યા નારા

પાટણના વોર્ડ નં-4 માં ચૂંટણી બહિષ્કારનું રણશિંગું: 'કામ નહીં તો વોટ નહીં' ના લાગ્યા નારા

ગટરના ગંદા પાણી, દૂષિત જળ અને બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત રહીશોએ શાસકો સામે મોરચો માંડયો : ચૂંટણી બહિષ્કારનો સુર 

26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 4માં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, આ ગરમાવો વિકાસના કામોને લઈને નહીં, પરંતુ વર્ષોથી વણ ઉકેલાયેલી સમસ્યાઓને લઈને છે. સિદ્ધેશ્વરી પાર્કથી લઈને ઓવરબ્રિજ નીચેની સોસાયટીઓ સુધી જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 4 માં પાયાની સુવિધાઓના નામે શૂન્યતા જોવા મળી રહી છે સિદ્ધેશ્વરી પાર્ક અને આકાશગંગા ફ્લેટમાં ગટરના પાણી લોકોના ઘરો અને ચોગાનમાં ફરી વળ્યા છે. પાલિકાનું રિપેરિંગ કામ માત્ર 'કામચલાઉ' સાબિત થયું છે.સિદ્ધનાથ નગરના રહીશોના જણાવ્યા મુજબ, નળમાં આવતું પાણી એટલું ગંદુ અને માટીવાળું હોય છે કે ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો ફાટી નીકળવાની બીક છે.તો

યસ હેરિટેજ-1, સિદ્ધરાજ નગર અને રાજ નગરના રસ્તાઓ ચાલવા લાયક રહ્યા નથી. ઓવરબ્રિજ નીચે આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકોનો રસ્તો રૂંધાઈ રહ્યો છે.આદર્શ રોડ પર કચરાના ઢગલા અને રખડતા ઢોરનો ત્રાસ છે. રહીશોનો આક્ષેપ છે કે, સફાઈ કામદારો કચરો ઉપાડવાને બદલે બંધ મકાનોમાં ફેંકી દે છે અથવા ત્યાં જ સળગાવી દે છે. વોર્ડ નંબર 4 માં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર રોષ છે. સ્થાનિક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ ડોકાતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ ઘરે આવે છે, પણ અત્યારે કોઈ ફોન પણ ઉપાડતું નથી. ગટરની ગંદકીથી કંટાળીને કેટલીક સોસાયટીના રહીશોએ તો પાલિકા પર ભરોસો મૂકવાને બદલે પોતે ફાળો ઉઘરાવીને ગટર લાઈન નાખવાની ફરજ પડી છે, જે પાલિકાની નિષ્ફળતા છતી કરે છે.વોર્ડ નંબર 4: આંકડાકીય વિગત અને જ્ઞાતિ સમીકરણ જોઈએ તો કુલ મતદારો: 8,517 પુરુષ 4,407 અને મહિલા 4,110 છે જેમાંજ્ઞાતિ સમીકરણમા અહી પટેલ, દેસાઈ, ચૌધરી, ઠાકોર, બ્રાહ્મણ અને અનુસૂચિત જાતિના મતદારોનું વર્ચસ્વ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર