રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધરણીધર તાલુકામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વિકાસના કામો અધૂરા રહેતા જનજીવન પ્રભાવિત

ધરણીધર તાલુકામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વિકાસના કામો અધૂરા રહેતા જનજીવન પ્રભાવિત

બનાસકાંઠા જિલ્લાના ધરણીધર તાલુકામાં વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોથાનેસડાથી ટડાવ ગામને જોડતા મુખ્ય માર્ગ પર ચાલી રહેલા કામકાજ દરમિયાન, કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે ડાયવર્ઝન આપ્યા વગર રસ્તા પર મોટા પથ્થરો નાખી દેવામાં આવ્યા હતા. આ મનસ્વી નિર્ણયને કારણે મુખ્ય રસ્તો સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો હતો.

પરીક્ષાર્થીઓ અને મુસાફરોની હાલાકી

શિક્ષણ પર અસર હાલમાં શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો સમય ચાલી રહ્યો છે. રસ્તો અચાનક બંધ થવાને કારણે આજુબાજુના ગામડાઓમાંથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ન શકવાને કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. એસ.ટી. બસની અવદશા: રાઘાનેસડાથી થરાદ તરફ જતી એસ.ટી. બસ પણ રસ્તામાં પથ્થરોના ઢગલાને કારણે ફસાઈ ગઈ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોને રસ્તા વચ્ચે કલાકો સુધી બેસી રહેવાની નોબત આવી હતી. જ્યારે રસ્તો બંધ કરવામાં આવે ત્યારે યોગ્ય સાઈન બોર્ડ અથવા ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે, જેનો અહીં સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર