ઈડરની બરવાવ ગામે NSSની ખાસ શિબિર યોજાઈ

ઈડરની બરવાવ ગામે NSSની ખાસ શિબિર યોજાઈ

ઈડરની શેઠ સી. કે. સરસ્વતી મંદિરની NSSની ખાસ શિબિર બરવાવ ગામે યોજાઈ.જેનો સમાપન  કાર્યક્રમ આંજણા ચૌધરી સમાજવાડી ખાતે યોજાયો. જે અંતર્ગત ગામ સફાઈ, ગ્રાહક સુરક્ષા અભિયાન, નેત્ર નિદાન કેમ્પ, વ્યસન મુક્તિની રેલી અને શેરી નાટક, 108 નું ડેમોસ્ટ્રેશન, ફાયર બ્રિગેડનો ડેમો, મહિલા સ્વાસ્થ માટે માર્ગદર્શન સહિતના અન્ય કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ શિબિરના સમાપન કાર્યક્રમમાં બરવાવ ગામના સરપંચશ્રી ચૌધરી પાયલબેન અલ્પેશભાઈ અને ગામના આગેવાનો, બરવાવ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ જયસ્વાલ અને શાળા પરિવાર, શેઠ સી.કે.સરસ્વતી મંદિરના આચાર્યા ડૉ.જે.એસ. કુંપાવત અને  સમગ્ર શિક્ષકગણ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન N.S.S. ના પ્રોગ્રામ ઓફિસર્સ એમ.જે મકવાણા અને જી.જે.પટેલે કર્યું હતું.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *