[5:14 PM, 1/21/2026] Dhrumit Thakkar: ગાંધીનગર,
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૩૨.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૯,૪૬૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે ૩૩ જિલ્લાઓમાંથી ૩૦,૦૬,૮૬૫ લાભાર્થીના રૂ. ૮,૬૧૦ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨૯,૯૩,૬૮૯ ખેડૂતોને કુલ રૂ. ૮,૫૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૫માં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત પાંચ જિલ્લાઓમાંથી ૨,૩૪,૩૮૬ લાભાર્થીના કુલ રૂ. ૭૯૨ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨,૩૩,૭૭૭ ખેડૂતોને કુલ રૂ. ૭૯૧.૧૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
જમીન સુધારણા અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ અંગે કુલ ૪૧,૭૭૭ ખેડૂતોની અરજી મળી હતી. જેમાંથી ૩૪,૬૧૫ લાભાર્થીઓના રૂ. ૧૧૩.૦૧ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરાયા છે. મંજૂર કરેલા કુલ ૩૧,૯૫૮ ખેડૂતોને કુલ રૂ. ૧૦૪.૩૭ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી.
[5:15 PM, 1/21/2026] Dhrumit Thakkar: રાસાયણિક કૃષિથી રોગોનું પ્રમાણ વધે છે જ્યારે પ્રાકૃતિક કૃષિ આરોગ્ય પ્રદાન કરે છે: રાજ્યપાલ શ્રી આચાર્ચ દેવવ્રતજી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૧માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાન આપવા અને પ્રાકૃતિક કૃષિના મિશનને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પડતા રાજ્યપાલશ્રી
જુનાગઢ,
કૃષિ ક્ષેત્રની જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ૭૪ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર સહિત કુલ ૫૭૮ છાત્રોને ડિગ્રી એનાયત કરાઈ
ડ્રીપ ઈરીગેશન ક્ષેત્રે ગુજરાત રાજ્ય દેશભરમાં મોડેલરૂપ રાજ્ય: ડો. એસ. કે. મલ્હોત્રા
જૂનાગઢ,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૧માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપવાની સાથે લોકોના જીવન, સ્વાસ્થ્ય અને પ્રકૃતિ -પર્યાવરણના રક્ષણ જરૂરી એવી પ્રાકૃતિક કૃષિના મિશનને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સભા ગૃહમાં આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કૃષિ ક્ષેત્રની જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ૭૪ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક કેશ પ્રાઇસ એનાયત કરવામાં આવ્યું હતું, આ પદવીદાન સમારોહના માધ્યમથી કુલ ૫૭૮ જેટલા વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત થઈ હતી.
રાજ્યપાલશ્રીએ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે, રાસાયણિક કૃષિની લોકોના સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિ, પાણી, પર્યાવરણ પર વિપરીત અસર થઈ છે, સાથે જ જમીનની ફળદ્રુપતામાં ખૂબ મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે ત્યારે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, ભારતમાં ડો. સ્વામીનાથનની પ્રેરણાથી હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી ત્યારે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨.૫ ટકા હતો, જે રાસાયણિક કૃષિના પ્રભાવથી ઘટીને ૦.૫ ની નીચે પહોંચી ગયો છે.
તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું કે, રાસાયણિક કૃષિથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટે છે, સાથે જ જમીનના પોષક તત્વોરૂપ સૂક્ષ્મ જીવાણુઓ પણ નાશ પામે છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટને ટાંકતા કહ્યું હતું કે, રાસાયણિક કૃષિથી ૧૦ ટકા જેટલું ઉત્પાદન ઓછું થયું છે, જે હજુ પણ ઉત્પાદન ઓછું થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, માન્ય ભલામણો કરતા વધુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન બિનઉપજાવ બની રહી છે, સાથે જ રાસાયણિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ ઉત્પાદનો આહારમાં લેવાથી કેન્સર, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કિડની વગેરેની બીમારીઓ ખૂબ ઝડપથી વકરી છે, આમ, રાસાયણિક કૃષિથી રોગો વધે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ આરોગ્ય પ્રદાન કરે છે
રાજ્યપાલશ્રીએ અન્ય એક સંશોધનને ટાંકતા જણાવ્યું હતું કે, ૧૨ જેટલા કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે, રાસાયણિક કૃષિથી ઉત્પાદિત થયેલા ઘઉં અને ચોખામાં પોષક તત્વોમાં કમી જોવા મળી છે.
રાજ્યપાલશ્રીએ એમ પણ કહ્યું હતું કે, રાસાયણિક કૃષિથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ વકરે છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી નાઈટ્રસ ઓક્સાઈડ જેવા ઝેરી વાયુ વાતાવરણમાં ભળે છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતા ૩૧૨ ગણો ખતરનાક હોય છે.
રાજ્યપાલશ્રીએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિ માટે વર્ષોના પરિશ્રમ બાદ આ લક્ષ્ય હાંસલ થયું છે, તેમણે સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે કાર્ય કરવાની પ્રેરણા આપતા જનહિતકારી પ્રાકૃતિક કૃષિના મિશનને તેજીથી આગળ લઈ જવા અને તેના પ્રચાર પ્રસાર કરવા માટે અપીલ કરી હતી.
રાજ્યપાલશ્રીએ ગુજરાત રાજ્યની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સહિત રાજ્યની ચારેય કૃષિ વિશ્વવિદ્યાલયોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે સંશોધનો હાથ ધરવા માટે સવિશેષ અભિનંદન આપ્યા હતા, તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, આ કૃષિ યુનિવર્સિટીના સંશોધનોમાં એ પણ પ્રતિપાદિત થયું છે કે, પ્રાકૃતિક કૃષિથી ખેત ઉત્પાદન ઘટતું નથી.
રાજ્યપાલશ્રીએ ભારતીય મૂળના બીજને વધુ ઉન્નત બનાવવા, પ્રાકૃતિક કૃષિમાં વધુ નવા સંશોધનો હાથ ધરવા અને આ મુહીમને વધુ તેજીથી આગળ વધારવા માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારના સન્નીષ્ઠ પ્રયાસોથી રાજ્યમાં પણ પ્રાકૃતિક કૃષિનું મિશન તેજીથી આગળ વધી રહ્યું છે, રાજ્યમાં આશરે ૮ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે. આ સંબોધન દરમિયાન રાજ્યપાલશ્રીએ રાજ્યભરમાં કરેલા ગ્રામીણ ક્ષેત્રના પ્રવાસ વિશેના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ સંબોધન દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો પ્રાકૃતિક કૃષિનો પ્રેરણાદાયી સંદેશ રજૂ કર્યો હતો. આ ઉપરાંત વીડિયોના માધ્યમથી પ્રાકૃતિક કૃષિના પ્રેરક પરિણામો વિશે પણ છણાવટ કરી હતી.
આ પ્રસંગે હરિયાણાના કરનાલ સ્થિત મહારાણા પ્રતાપ હોર્ટીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એસ. કે. મલ્હોત્રાએ દીક્ષાંત પ્રવચન આપતા કહ્યું કે, આ દીક્ષાંત સમારંભ માત્ર એક ઔપચારિક વિધિ નથી, તે શૈક્ષણિક પ્રતિબદ્ધતા, સંશોધન અને સેવાઓના બે દાયકાની ઉજવણી છે, જે પ્રથમ દીક્ષાંત સમારંભ પછી એકવીસ વર્ષ પૂર્ણ થવાનું ચિહ્નિત કરે છે અને યુનિવર્સિટીની વિકાસ યાત્રાને પણ પ્રતિબિંબિત કરે છે.
૨૧મો દીક્ષાંત સમારંભ માત્ર ડિગ્રી પ્રદાન કરવા પૂરતો મર્યાદિત નથી, તે અદ્યયન, નવીનતા, સમુદાયની ભાગીદારી અને ગ્રામિણ સશક્તિકરણના માર્ગ પર ૨૧ વર્ષની યાત્રામાં, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટએ કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિના જ્ઞાનના વિસ્તરણ કાર્યકરો તૈયાર કર્યા છે, જેમણે ખાદ્ય સુરક્ષા, ગ્રામિણ કલ્યાણ અને ટકાઉ જીવનજીવિકા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમણે ઉમેર્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે દીર્ઘકાલીન દૃષ્ટિમાં કૃષિને રાષ્ટ્રીય વિકાસના કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. તેમણે ખાસ ફળ અને શાકભાજીના ઉત્પાદન વધારવા માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભાર આપ્યો હતો. ઉપરાંત એમ કહ્યું કે, આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ, ડેટા એનાલિક્ટસ પણ કૃષિ ક્ષેત્રે નવા આયામો સર્જાશે.
તેમણે ગુજરાતમાં સરકારની સુફલામ – સુફલામ યોજનાની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ડ્રીપ ઈરીગેશન ક્ષેત્રે ગુજરાત રાજ્ય દેશભરમાં મોડેલરૂપ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.
આ દિક્ષાંત સમારંભમાં રાજ્યપાલશ્રીના વરદહસ્તે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૫૭૮ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ- ૭૪ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર મેડલ તથા ૦૧ (એક) કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે આધુનિક અને આકર્ષક ડિઝાઇન ધરાવતી અને મોબાઇલ ફ્રેન્ડલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને એસએસઆઈપી ગ્રાન્ટના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિઝન અને મિશનને દર્શાવતો એન્યુઅલ રિપોર્ટ પણ મહાનુભાવોના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો હતો.
કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.વી.પી.ચોવટિયાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સિદ્વિઓ, કામગીરીથી સૌને અવગત કર્યા હતા. કાર્યક્રમના અંતે રજીસ્ટ્રાર શ્રી વાય.એચ. ઘેલાણીએ આભારવિધિ કરી હતી.
આ પદવીદાન સમારોહ પૂર્ણ થયા બાદ રાજ્યાપલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતીથી ઉત્પાદિત થયેલા શાકભાજી અને અનાજના નિદર્શન માટે રાખવામાં આવેલ સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા, કમિશનર શ્રી તેજસ પરમાર, ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર પ્રિન્સિપાલ એન્ડ ડિન ડો. પી.ડી.કુમાવત, ફેકલ્ટી ઓફ હૉર્ટિકલ્ચરના પ્રિન્સિપાલ અને ડીન ડો. ડી. કે. વરુ, ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સિપાલ અને ડો. એચ.ડી. રાંક ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

