રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા

પાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
11 વોર્ડના 105 વિભાગોની વિગતોમા 10 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ પાટણ નગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણી પૂર્વેની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ, પાટણ શહેરના 11 વોર્ડમાં 1,08,999 મતદારો નોંધાયા છે. આ આંકડા 20 માર્ચ, 2026ના રોજ જનરેટ થયેલા રિપોર્ટના આધારે પ્રસિદ્ધ કરાયા છે. પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, કુલ મતદારો પૈકી 56,531 પુરુષ મતદારો અને 52,458 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પુરુષ મતદારોની સંખ્યા સ્ત્રી મતદારો કરતાં વધુ છે. આ યાદીમાં 10 ત્રીજી જાતિના મતદારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ પ્રમાણે મતદારોની સંખ્યાનું વિશ્લેષણ કરતાં વોર્ડ નંબર 11માં સૌથી વધુ 11,752 મતદારો નોંધાયા છે. જ્યારે વોર્ડ નંબર 3 માં સૌથી ઓછા 8,218 મતદારો છે. અન્ય વોર્ડની વિગતો જોઈએ તો, વોર્ડ નંબર 1માં 9,627, વોર્ડ નંબર 2માં 9,248, વોર્ડ નંબર 3માં 8,218,વોર્ડ નંબર 4માં 8,517, વોર્ડ નંબર 5માં 10,482, વોર્ડ નંબર 6માં 9,640,વોડૅ નંબર 7મા 9,776, વોર્ડ નંબર 8માં 9,869, વોર્ડ નંબર 9માં 11,634 અને વોર્ડ નંબર 10માં 10,236 અને વોર્ડ નંબર 11માં 11,752 મતદારો નોંધાયા છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર