ભાભર પંથકમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો

વાવાઝોડાથી અનેક વૃક્ષો અને ૩૦ જેટલા વીજ પોલ તુટી પડયા
ખેતરમાં કાપણી કરીને રાખેલા ઘઉં અને તમાકુ પાકને નુકસાન
ભાભર પંથકમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ ૩૦ જેટલા વીજ પોલ તુટી પડયાના અહેવાલ છે જેના કારણે જ્યોતિગ્રામ અને ખેતીવાડી વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ ભાભર યુજીવીસીએલની ટીમો સવારથી જ મરામત માટે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવતા જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે ખેતીવાડી વીજપુરવઠો હજું સુધી બંધ છે.
ભાભર પંથકમાં ગુરૂવારે અડધી રાતે અચાનક ગાજવીજ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને ઝરમર વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજા દિવસે બપોર બાદ પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેતી પાકોને મોટું નુક્સાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વરસાદથી ઉભા પાકને નુકસાન થવાની ભીતી વચ્ચે ખાસ કરીને ખેતરમાં કાપણી કરીને રાખેલા ઘઉં અને તમાકુના પાકને મોટું નુક્સાન થયું છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાની ભીતી ખેડૂતોએ વ્યક્ત કરી છે. જો વરસાદ અને પવન ચાલુ રહેશે. ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
વાવ-થરાદધરણીધર તાલુકામાં પાઇપલાઇન ગેરરીતિ: સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત
2 કલાક પહેલા
વાવ-થરાદસરહદી વાવ અને સુઇગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયા!
2 કલાક પહેલા
વાવ-થરાદથરા ખાતે ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિની આશંકા !
3 દિવસ પહેલા
વાવ-થરાદદિયોદર સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળવાના મુદ્દે તંત્ર હરકતમાં!
5 દિવસ પહેલા
