રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કડક અમલવારી : ચાણસ્માની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત: પાટણ જિલ્લામાં 4 થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ

કડક અમલવારી : ચાણસ્માની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત: પાટણ જિલ્લામાં 4 થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ

પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે. ચાણસ્મા તાલુકાના ઝીલાયા ગામે બનેલી ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તા. 23 માચૅના રોજ 24 કલાક માટે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધાત્મક આદેશો ચાણસ્માના ઝીલાયા ગામની ઘટનાના સંદર્ભમાં આવ્યા છે.આ ઘટનામાં આરોપીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.તેમણે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ જાહેરાત કરી હતી. અભિજિતસિંહ બારડે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે 23 માચૅના રોજ વામૈયા ગામે સભા યોજવા, કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રવેશબંધી જેવા નિર્ણયો લેવાની જાહેરાત કરી હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી પોલીસ અધિક્ષકની દરખાસ્તના આધારે પ્રતિબંધાત્મક પગલાં લેવા જરૂરી બન્યા હતા.પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન ચૌહાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ આ આદેશો જારી કર્યા છે.આ આદેશો સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 23 માચૅના 00:00 કલાકથી 24:00 કલાક સુધી અમલમાં જાહેરનામા મુજબ, કોઈપણ મંડળી, સભા કે સરઘસમાં ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. તેમજ કોઈ સભા બોલાવી કે સરઘસ કાઢી શકાશે નહીં.જોકે, સરકારી ફરજ પરના વ્યક્તિઓ, લગ્ન પ્રસંગો અને સ્મશાન યાત્રા જેવી બાબતોમાં પૂર્વ મંજૂરી સાથે આ પ્રતિબંધમાંથી છૂટછાટ મળશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.      

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર