રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 માર્ચ, 2026| Super Admin

વડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો

વડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો

વડનગર શહેરમાં સરકારી પુસ્તકલાય પાસે આવેલી ખુલ્લી જમીન કે જે વિશાળ આંબેડકર ભવનના નિર્માણ માટે સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે, તે સ્થળ પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા તમામ દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન વડનગર મામલતદાર એચ.વી.પુરોહિત તથા ચીફ ઓફિસર ભરત વ્યાસના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરીના સ્ટાફે ઉપસ્થિત રહી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દબાણો દૂર કરી જમીનને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે, જેથી આવનારા સમયમાં નવીન આંબેડકર ભવનના નિર્માણ માટે માર્ગ સુગમ બન્યો છે.

તંત્રના અધિકરીએ જણાવ્યું હતું કે જાહેર હિતના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ ગેરકાયદેસર દબાણો સામે આવનારા સમયમાં પણ આવી જ રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ખોટી રીતે કરવામાં આવેલા દબાણો દૂર કરી જગ્યાને ખુલ્લી કરવામાં આવશે. સરકારી કામકાજમાં અડચણરૂપ થનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટેગ્સ:#Vadnagar#Administration

સંબંધિત સમાચાર