ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે 15 માર્ચના રોજ ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હુમલો કરવા અને પોલીસ વાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પાટણ કોર્ટે આ આદેશ આપ્યો છે. આ ઘટના 15 માર્ચે બની હતી, જ્યારે આઠ જેટલી ગાડીઓમાં ઘાતક હથિયારો સાથે આવેલા 15 થી 20 લોકોના ટોળાએ ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હંગામો મચાવ્યો હતો. પોલીસ ને જાણ થતાં 112 અને ચાણસ્મા પોલીસની ફર્સ્ટ મોબાઈલ વાન ઘટના સ્થળે પહોંચી હતી.ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે રોનક દિનુભાઈ દેસાઈ અને સરકાર તરફે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ નામ જોગ સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. ચાણસ્મા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને પાટણ કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રિમાન્ડ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલા 3 વાહનો અને 2 હથિયારો કબજે કર્યા હતા.બુધવારે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.સોમવારે રિમાન્ડની મુદત પૂરી થતાં તમામ 18 આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
