વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ઉણ પ્રકરણમાં પકડાયેલા પાંચેય આરોપી જેલ હવાલે

ત્રણ દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં નામદાર જજનો જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ
સમગ્ર ઉત્તર ગુજરાતના ચકચારી ઓગડ તાલુકાના ઉણ ગામે આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન મામલે સર્જાયેલી હિંસા અને પોલીસ કાફલા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ઝડપેલા એક મહિલા સહિત પાંચ આરોપીઓને આજે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે ઉણ ગામે બે સમાજ વચ્ચે આંતર જ્ઞાતિય લગ્ન મામલે થયેલ હિંસક ઘર્ષણ બાદ પોલીસે રાયોટિંગ અને પોલીસની ફરજમાં રુકાવટના ગુના હેઠળ 1000 ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં
આ પાંચેય આરોપીઓને શિહોરી કોર્ટમાં રજૂ કરી તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે રિમાન્ડની મુદત પૂરી થતા સુરક્ષા અને આગોતરા આયોજનને લઈ પોલીસે તેમને ફરી ફટાફટ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં નામદાર જજે પાંચેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં આઈજી પરીક્ષિતા રાઠોડે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. પોલીસે આ મામલે ૧૫ થી વધુ નામજોગ અને ૧૦૦૦ થી વધુના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પાંચ આરોપી જેલ હવાલે બાદ હજી પણ ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે વીડિયો ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ તેજ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઉણ ગામ સહિત પંથકમાં પોલીસ પેટ્રોલિંગ યથાવત
ઉણ ગામમાં હાલ પણ પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.ગામમાં પૂર્વવત માહોલ બનાવવા પોલીસ અધિકારીઓ ગામની મુલાકાત લઈ ગામલોકો સાથે બેઠકો યોજી રહ્યા છે. તેથી હાલ સ્થિતિ પૂરેપૂરી નિયંત્રણ હેઠળ છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ છે.જેના કારણે જનજીવન રાબેતા મુજબ ધમધમવા લાગ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
વાવ-થરાદધરણીધર તાલુકામાં પાઇપલાઇન ગેરરીતિ: સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત
14 કલાક પહેલા
વાવ-થરાદસરહદી વાવ અને સુઇગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયા!
14 કલાક પહેલા
વાવ-થરાદથરા ખાતે ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિની આશંકા !
3 દિવસ પહેલા
વાવ-થરાદદિયોદર સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળવાના મુદ્દે તંત્ર હરકતમાં!
5 દિવસ પહેલા
