રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 માર્ચ, 2026| Super Admin

મહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું

મહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ઘુસાડવામાં આવતા વિદેશી અને સ્વદેશી બનાવટના દારૂને પકડી પાડી મહેસાણા જિલ્લા પોલીસે સક્રિય કામગીરી કરી હતી. જેમાં ઘણા લાંબા સમયથી જમા થયેલી કુલ નેવું હજાર કરતા પણ વધુ દારૂની બોટલ કે જેની કુલ કિંમત આશરે ત્રણ કરોડ અને છત્રીસ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે તેના પર બુલડોઝર ફેરવી દારૂની તમામ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. અધધધ કહી શકાય તેટલી દારૂની બોટલો ને લઈને પોલીસની મોટી કાર્યવાહી ત્રણ કરોડ છત્રીસ લાખનો ગેરકાયદેસર દારૂ શહેરના બાયપાસ નજીક નાશ કરવામાં આવતા જિલ્લાના બુટલેગરોમાં હડકંપ મચી જવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જપ્ત કરાયેલ દારૂનો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ સહિતના સરકારી અધિકારીઓની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા દ્વારા વિવિધ રેડ દરમિયાન જપ્ત કરેલ દારૂનો  નાશ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને અત્યાર સુધીમાં અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. નશાની આદત અને નશાના કાળા કારોબારને રોકવા મહેસાણા પોલીસે કડક સંદેશ આપ્યો છે. શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા જનતાને અપીલ પણ કરવામાં આવી છે. જેના લીધે મહેસાણા પોલીસની સક્રિય કામગીરીને સ્થાનિકોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મહેસાણા શહેર સહિત તાલુકાના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂને સરકારી નિયમનું પાલન કરી તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે.  

સંબંધિત સમાચાર