પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ બનાસકાંઠા રેન્જ તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાનાઓએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કરબૂણ ગામે ખુન કરી નાસી ગયેલ. આરોપીને તાત્કાલિક પકડવા માટે સુચના કરતા (આર.એસ દેસાઈ) પોલીસ ઈન્સપેક્ટર પેરોલ ફર્લો સ્કોડ જિ.વાવ-થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૬/૦૩/૨૦૨૬ના રાત્રીના સમયે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કરબુણ ગામની સીમમાં મૃતક રણછોડજી ભોમાજી દરબારનું ખૂન થયેલ હોવાની હકીકત મળતા આ ખૂન ભાણાભાઈ ભીખાભાઈ માજીરાણા રહે.કરબુણ વાળાએ કરેલ હોવાનું હ્યુમન સોર્સ તથા ટેકનીકલ મદદથી જાણવા મળતા તાત્કાલિક પેરોલ ફર્લો સ્કોડે વાવ-થરાદની અલગ અલગ ત્રણ ટીમો બનાવી આ આરોપીની હ્યુમન સોર્સ તેમજ ટેક્નીકલ એનાલીસીસથી જાણવા મળેલ કે આરોપીએ ખૂન કર્યા બાદ થરાદથી અમદાવાદ બાજુના વિસ્તારમાં બસમાં જઈ રહેલ હોવાનું જાણવા મળેલ. જેથી કરીને આરોપીનો પીછો કરી અડાલજ (અમદાવાદ) ખાતે જતી બસને ઉભી રખાવી આરોપીની ઓળખ કરી આરોપીને થરાદ પોલીસ સ્ટેશન બીએનએસ ક.૧૦૩(૧), ૬૧(૧), ૫૪ મુજબના ગુનાની આગળની તપાસના કામે રાઉન્ડ અપ કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. જે ખૂનના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ ટીમની સરાહનીય કામગીરીને જીલા પોલીસ વડા તેમજ રેન્જ આઇ.જી.એ બિરદાવી છે.
થરાદ પોલીસને મોટી સફળતા : ખૂનનો આરોપી ગણતરીના કલાકોમાં પેરોલ ફર્લો સ્કોડના સકંજામાં

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરમાં એલસીબીનો સપાટો : પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો ઝડપાયો
5 દિવસ પહેલા
વાવ-થરાદપીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જમા: થરાદ APMCમાં ઉત્સવની ઉજવણી
1 અઠવાડિયા પહેલા
વાવ-થરાદવાવના દેથળી ગામે એલસીબીએ ₹૧૩ લાખથી વધુનો વિદેશી દારૂ; ફોર્ચ્યુનર કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો
1 અઠવાડિયા પહેલા
વાવ-થરાદથરાદના ખોડા ચેકપોસ્ટ પર પોલીસકર્મીઓ પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ : ત્રણ આરોપી ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
