રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ19 માર્ચ, 2026| Super Admin

થરાદ સિવિલમાં ભ્રષ્ટાચારનો ‘થીગડા’ પ્રોગ્રામ : નબળી કામગીરી છુપાવવા કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળે સમારકામ શરૂ

થરાદ સિવિલમાં ભ્રષ્ટાચારનો ‘થીગડા’ પ્રોગ્રામ : નબળી કામગીરી છુપાવવા કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળે સમારકામ શરૂ
થરાદની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં થયેલા બાંધકામ અને સુવિધાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારની બૂ ઉઠી છે. હોસ્પિટલના બિલ્ડિંગમાં જોવા મળતી તિરાડો અને નબળા કામને છુપાવવા માટે હવે કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત ‘થીગડા’ મારવાની એટલે કે ઉપરછલ્લું સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર બેદરકારી સિવિલ હોસ્પિટલ જેવી જાહેર સંસ્થામાં લાખોના ખર્ચે થયેલું કામ થોડા જ સમયમાં જર્જરિત થવા લાગ્યું છે, જે સીધો ભ્રષ્ટાચાર સૂચવે છે તંત્રની મિલીભગતની શંકા સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું છે. હવે જ્યારે આ બાબત બહાર આવી છે, ત્યારે તેને દબાવવા માટે ઉતાવળે રિપેરિંગના નામે દેખાડો કરવામાં આવી રહ્યો છે. જનતાની માંગ થરાદ અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના દર્દીઓ માટે આ એકમાત્ર મોટું કેન્દ્ર છે. અહીં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે હવે જોવાનું એ રહે છે કે આરોગ્ય વિભાગ આ ‘થીગડા મારવાની કામગીરીને સ્વીકારી લે છે કે, પછી ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવે છે. તેવી વિસ્તારના લોકોની માંગ ઉભી થઈ છે. જોકે થરાદ સિવિલ હોસ્પિટલની કામગીરીને લઈને વાવ થરાદ જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ દ્વારા સિવિલની રૂબરૂ મુલાકાત કરી ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા આમ જનતાનો સમર્થન માગ્યું છે મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી છે કે આ બાબતે સિવિલની જે કામગીરી થઈ છે. તેની તટસ્થ તપાસના અહેવાલો મંગાવી વાવ થરાદ જિલ્લાની જનતાને સાચો ન્યાય આપવા માંગ કરી છે. જોકે વધુમાં તેમને જણાવ્યું છે કે જો આ બાબતે સચોટ તપાસ નહીં થાય તો વાવ થરાદ જિલ્લાની મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.  

સંબંધિત સમાચાર