રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ

થરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ

વાવ-થરાદ SOG ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મડાલ ગામની સીમમાંથી પસાર થતા રાહ-જેતડા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગાડીમાંથી કુલ 2249 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 10,75,494/- આંકવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લા SOG શાખાનો પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રાફથી જેતડા તરફ જતા રસ્તા પર મડાલ ગામની સીમમાં રાડ તરફથી આવતા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું.

ચેકિંગ દરમિયાન એક ગાડી આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવી હતી. ગાડીના પાછળના ભાગે બોડીના તળિયાના ભાગે કંપની દ્વારા લગાવેલી ચાદરની જગ્યાએ અલગથી પતરાની ચાદર નીચે એક ચોર ખાનું બનાવેલું હતું. આ ચોર ખાનાની સ્લાઈડર ખસેડીને જોતા તેમાંથી ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો.

આ ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની કુલ 2249 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 4,65,494/- થાય છે. દારૂ અને 'બડા દોસ્ત' ગાડી સહિત કુલ રૂ. 10,75,494/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ગાડી ચાલકને પકડી પાડી દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર