નડાબેટનું અફાટ રણ સમુદ્રમાં ફેરવાયું
વરસાદ અને તોફાની પવનથી ઉભેલો પાક નષ્ટ
સરહદી પંથક એવા વાવ અને સુઇગામ તાલુકામાં સતત 18 કલાકથી ભારે તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ખેડૂતોના ઉભેલા ચોમાસુ પાકનો સોથ વળી ગયો છે.જો કે વાવ તાલુકાના ભાટવર વાસ અને ગામ ખાતે વરસાદી પાણી લોકોના ઘર માં ફરી વળ્યાં છે.પાણીના ભરાવાને લઈને ભાટવરવાસનો મુખ્ય માર્ગ બલોક થઈ ગયો છે.મુખ્ય માર્ગ પર 3 ફૂટ પાણી ભરાઈ જતાં એક મહિલાને ડિલવેરીના કામે હોસ્પિટલ લઈ જવતી ઇકો ગાડી ફસાઈ જતાં જે.સી.બી. મશીનથી ગાડી ને બહાર કાઢી હોવાનું ગામના પરસોત્તમભાઈ નાઈએ જણાવ્યું હતું.
જો કે સુઇગામથી નડાબેટના મુખ્ય માર્ગ પર રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રણ દરિયામાં ફેરવાઈ જતા પાણીના મોજા માર્ગ પર આવી જતાં સુઇગામ પોલીસે યાત્રાળુઓને બાઈક કે કોઈ વાહન લઈ મંદિર ન જવાનું સૂચન જારી કર્યું છે.વધુમાં વધુ પડતા વરસાદને લઈ વાવ સુઇગામ પંથકની હજારો હેકટર જમીન પર ઉગેલો ચોમાસુ પાક સાફ થઈ ગયો છે.વૃક્ષો પડીગયા છે.સમગ્ર વાવ સુઇગામ વિસ્તારને જવાબદાર તંત્રએ રેડ એલર્ટ જાહેર કરી નીચાણ વાળા વિસ્તારમાં વસતા લોકોને અન્ય ઉંચી જગ્યા પર જવાની સૂચના આપી દીધી છે .
આમ સતત 18 કલાકથી ચાલી રહેલ તોફાની પવન અને ધીમા વરસાદ ને પગલે સરહદી પંથકમાં જન જીવન ખોરવાઈ ગયું છે સતત 18 કલાકથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે.વધુ પડતા વરસાદ અને પવનના તોફાનને લીધે અબોલ જીવો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
Beta feature
Beta feature



