ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું નામકરણ પણ 'શેઠ કિલાચંદ" ઓવરબ્રિજ રાખવા માટે નો ઠરાવ પણ પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે ત્યારે આ ઓવર બ્રીજ શરૂ થતાં આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેવો આશાવાદ શહેરીજનોએ વ્યક્ત કર્યો છે.પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણમાં ઓવરબ્રિજની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી

પાટણ શહેરના કોલેજ રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણાધીન ટી આકારના રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. રૂ.38 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને ચોમાસા પહેલા જનતા માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.હાલમાં બ્રિજ પર ડામર રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડામર રોડ પર હજુ બી.એમ. અને સિલકોટનું સ્તર લગાવવામાં આવશે. આ ઉપરાંત બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ્સ મૂકવાની કામગીરી પણ બાકી છે. બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ વેઇટ લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે. બ્રિજની બંને તરફ હાલમાં ઉબડખાબડ સર્વિસ રોડ આવેલો છે. આ સર્વિસ રોડનું નિર્માણ પણ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ છે અને બ્રિજ ખુલ્લો મૂકાય તે પહેલા તેનું નિર્માણ કરવામાં આવશે.બ્રિજનું નિર્માણ કરી રહેલા કન્સ્ટ્રક્શન કંપનીના સુત્રોએ જણાવ્યા મુજબ, હાલમાં બ્રિજનું ફિનિશિંગ,કલરકામ અને ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. બ્રિજને શરૂ કરવા માટે હજુ એક મહિના જેટલો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું નામકરણ પણ 'શેઠ કિલાચંદ" ઓવરબ્રિજ રાખવા માટે નો ઠરાવ પણ પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે ત્યારે આ ઓવર બ્રીજ શરૂ થતાં આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેવો આશાવાદ શહેરીજનોએ વ્યક્ત કર્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો
ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું નામકરણ પણ 'શેઠ કિલાચંદ" ઓવરબ્રિજ રાખવા માટે નો ઠરાવ પણ પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે ત્યારે આ ઓવર બ્રીજ શરૂ થતાં આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેવો આશાવાદ શહેરીજનોએ વ્યક્ત કર્યો છે.ટેગ્સ:#Patan city#infrastructure development#Road Safety#Public Works#Community Impact#Urban Development#Monsoon Preparations#Overbridge Construction#Traffic Solutions#College Road#Sheth Kilachand Overbridge#Project Cost#Construction Progress#Service Road Construction
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
