રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં ગટર સફાઈ બાદ રસ્તા પર ગંદકીના ઢગલાથી રોગચાળો ફેલાવાની ભીતિ

પાટણમાં ગટર સફાઈ બાદ રસ્તા પર ગંદકીના ઢગલાથી રોગચાળો ફેલાવાની ભીતિ

બેદરકાર એજન્સી સામે કાર્યવાહી કરવા વિપક્ષની માંગ

પાટણ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી ખાનગી એજન્સી સામે ગંભીર બેદરકારીની ફરિયાદ ઊઠી છે. એજન્સી દ્વારા ડી-સિલ્ટિંગ મશીનની મદદથી ગટરની ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવતો કાદવ-કીચડ અને ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવાને બદલે જાહેર રસ્તાઓ પર જ છોડી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ અને મરામત માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. નાગરિકોની ફરિયાદના આધારે એજન્સી દ્વારા ડી-સિલ્ટિંગ મશીનથી ગટરની ચેમ્બરોની સફાઈ કરવામાં આવે છે. જોકે, સફાઈ બાદ નીકળતી ગંદકી યોગ્ય સ્થળે લઈ જવાને બદલે રસ્તા પર જ પડી રહેતી હોવાની ફરિયાદ છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થઈ છે. ત્યારે કામગીરીમાં બેદરકારી રાખનાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પાલિકાના વિપક્ષ સદસ્યોએ માંગ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર