રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત9 ઑક્ટોબર, 2026| Super Admin

કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત

કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત

કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર 9 ઓક્ટોબરની વહેલી સવારે બોલેરો પીકઅપ અને ભારે ટ્રક વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બોલેરોમાં સવાર 7 શ્રમિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેરો પીકઅપમાં મોટી સંખ્યામાં શ્રમિકો સવાર હતા. ટ્રક અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થતાં બોલેરોની કેબિનને ભારે નુકસાન થયું હતું. વાહનનો આગળનો ભાગ દબાઈ જતાં કેટલાક લોકો અંદર ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘાયલોના બચાવ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ટ્રક નીચે દબાયેલા શ્રમિકોને ક્રેનની મદદથી બહાર કઢાયા

પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતાં આરી પાર્ક ચેકપોસ્ટ પર તૈનાત પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાંથી ક્રેનની વ્યવસ્થા કરીને ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

hhhf.gif 683.15 KB
ભુજ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર

કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ ભુજ હોસ્પિટલ ખાતે આપેલી માહિતી મુજબ, બોલેરોમાં આશરે 30 લોકો સવાર હોવાનું જણાવાયું હતું. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે ભુજ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોલીસ અને બચાવકર્મીઓ દ્વારા ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્મતમાં અનેક શ્રમિકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. વાહનમાં સવાર લોકોની સંખ્યા અને ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે અલગ-અલગ માહિતી સામે આવી છે. સત્તાવાર રીતે પુષ્ટિ થયેલી વિગતોને આધારે આંકડામાં સુધારો કરવો.

સંબંધિત સમાચાર