ટ્રેકટર, કેમ્પર, ટેન્કર, ટ્રોલી મળી કુલ 4 વાહનો કિ.રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પાટણ એલસીબી ટીમે રાધનપુર વિસ્તાર માંથી છળકપટથી મેળવેલ ચાર વાહનો સાથે એક આરોપી ની ધરપકડ કરી તેની પાસે રહેલ ટ્રેકટર, કેમ્પર, ટેન્કર, ટ્રોલી મળી કુલ કિ.રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ઈન્ચાર્જ પોલીસ મહા નિર્દેશક ચિરાગ કોરડીયા બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા વી.કે.નાયી પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પાટણ જીલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને જે.જી.સોલંકી,પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ રાધનપુર પો.સ્ટે.ના બી.એન.એસ. કલમ મુજબના કામે આરોપી નરેશભારથી આનંદભારથી ગૌસ્વામી ઉ.વ.31 રહે.સરદારપુરા,તા.રાધનપુર જી.પાટણ વાળાઓને જુદા જુદા માણસો સાથે મળી ટ્રેક્ટર/ટેઇન્કર જેવા સાધનો ભાડે રાખી રાજસ્થાનના માણસો સાથે મળી વેચાણ કરેલ વાહનો ટ્રેકટર, કેમ્પર, ટેન્કર, ટ્રોલી મળી કુલ 4 વાહનો કિ.રૂ.13 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી આ અંગે રાધનપુર પો.સ્ટે. ખાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.





