અમદાવાદના અડાલજ ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે યોજાનારી રેલીને સમર્થન આપવા ડીસા તાલુકાના નવી ભીલડી વેપારી એસોસિએશન દ્વારા નવી ભીલડી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશનના એલાનને વેપારીઓનો સારો પ્રતિસાદ મળતાં નવી ભીલડીમાં બજારો અને દુકાનો સજ્જડ બંધ રહ્યાં હતાં.
દરમિયાન અમદાવાદના અડાલજ ખાતે યોજાનારી રેલીમાં નવી ભીલડી વેપારી એસોસિએશનના સભ્યો પણ જોડાયા હતા. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગને સમર્થન આપવા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ પાળીને રેલીમાં સહભાગી બની પોતાની એકતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું.





