રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં કાયમી કર્મચારીઓની અછત વચ્ચે વહીવટી ફેરફાર કરાયા

પાટણમાં કાયમી કર્મચારીઓની અછત વચ્ચે વહીવટી ફેરફાર કરાયા

નગરપાલિકાએ વહીવટી કામગીરી માટે અધિકારીઓને ચાર્જ સોંપ્યા; ટેક્સ અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટને નવી શાખાઓની જવાબદારી સોંપાઈ

પાટણ નગરપાલિકામાં કર્મચારીઓની અછત વચ્ચે વહીવટી કામગીરી સુચારૂ બને તે હેતુથી ચીફ ઓફિસર દ્વારા આજે 3 વહીવટી ફેરફાર કરીને અધિકારીઓને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ ટેક્સ સુપ્રીટેન્ડેન્ટને વાહન શાખા અને ઓફિસ સુપ્રીટેન્ડેન્ટને વ્યવસાય વેરાની જવાબદારી સોંપાઈ છે, જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી વાહન શાખાનો વધારાનો ચાર્જ પરત લેવામાં આવ્યો છે.

ચીફ ઓફિસરના આદેશ મુજબ, નગરપાલિકાના ટેક્સ સુપ્રીટેન્ડેન્ટ લક્ષ્મણ પટેલને વાહન શાખાના ટેબલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ જય રામીને ગુમાસ્તાધારા તેમજ વ્યવસાય વેરા શાખાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ સ્વચ્છતા શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ પાસે વાહન શાખાનો વધારાનો ચાર્જ હતો, પરંતુ શહેરની સફાઈ કામગીરી પર ધ્યાન આપી શકાય તે માટે તેમની પાસેથી આ ચાર્જ પરત લેવામાં આવ્યો છે.

પાટણ નગરપાલિકામાં હાલ વહીવટી સ્ટાફ, અનુભવી અધિકારીઓ અને કાયમી કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે. જૂના અને કાયમી કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ નવી ભરતી પ્રક્રિયા થઈ શકી ન હોવાથી નગરપાલિકાના વહીવટ માટેના ટેબલો અને શાખાઓ અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપીને ચલાવવામાં આવી રહી છે. આંતરિક ફેરફારથી શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને પ્રાથમિકતા મળી શકશે નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા આ આંતરિક ફેરફારોથી વિવિધ શાખાઓની કામગીરીમાં સંકલન જળવાઈ રહેશે અને વહીવટી પ્રક્રિયામાં ગતિ આવશે. સેનેટરી ઇન્સ્પેક્ટરને વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવતા પાટણ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને પ્રાથમિકતા મળી શકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર