રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં શ્રેય ફિટનેસના માલિક ઉપર બાઇક પર આવેલા બે બુકાનીધારીઓએ 6 રાઉન્ડ ગોળીબાર કર્યો

પાટણમાં શ્રેય ફિટનેસના માલિક ઉપર બાઇક પર આવેલા બે બુકાનીધારીઓએ 6 રાઉન્ડ ગોળીબાર કર્યો

હુમલાની સંપૂર્ણ ધટના સીસીટીવી મા કેદ થતાં પોલીસે ચક્રો ગતિશીલ કર્યા

પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં 17 નવેમ્બરની વહેલી સવારે ફાયરિંગની એક ઘટના સામે આવી છે. કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને 'શ્રેય ફિટનેસ'ના માલિક દલપતસિંહ પરમાર પર બાઇક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે અંદાજે 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ હુમલામાં દલપતસિંહ પરમારને કોઈ ઈજા પહોંચી નથી. 

આ સમગ્ર મામલે દલપતસિંહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોણે હુમલો કર્યો મને ખબર નથી.બાઇક પર આવેલા બે બુકાનીધારીએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, હાસાપુર વિસ્તારમાં રોટલીયા હનુમાન મંદિર નજીક, આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલમાં દલપતસિંહ પરમારનું શ્રેય ફિટનેસ' (જીમ) આવેલું છે.મંગળવારની વહેલી સવારે દલપતસિંહ પરમાર જીમ ખાતે આવ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે બુકાનીધારી શખસ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.

દલપતસિંહ પરમારે જણાવ્યું હતું કે“હું રોજની જેમ ગાડી પાર્ક કરીને જીમ તરફ જતો હતો ત્યારે અચાનક ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું, શરૂઆતમાં મને ફટાકડા ફૂટ્યા હોય તેવું લાગ્યું. ત્યાર બાદ ચાલુ બાઇક પર આવેલા શખ્સોએ બીજા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા. જોકે, આવા હુમલાથી હું ગભરાવાનો નથી. મેં પોલીસને જાણ કર્યા બાદ રાબેતા મુજબ મે મારું વર્કઆઉટ કર્યું હતું અને પોલીસ પણ તપાસમાં પૂરો સહકાર આપી રહી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સવારે 6:05 વાગ્યાના અરસામાં એક બાઈક પર સવાર બે લોકો આવે છે અને શ્રેય ફિટનેસ'ની બહારથી 6 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થતાં જોવા મળે છે. પ્રાથમિક તબક્કે જમીન મામલે ચાલી રહેલા વિવાદમાં આ હુમલો કરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.પોલીસે ઘટના સ્થળેથી 6 ખાલી કારતૂસ કબજે કર્યા છે. 

આ ગંભીર ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસ વડા, DySP, LCB, SOG અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. FSLની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે.DySP પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, હુમલામાં કયું હથિયાર વપરાયું હતું, આરોપીઓ કોણ હતા અને તેમનો ખરેખર શું ઈરાદો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ભૂતકાળમાં જે બનાવ બન્યો હતો તેના સંદર્ભમાં હુમલો થયો કે બીજી કોઈ બાબત છે એ, દિશામાં પણ તપાસ ચાલુ છે. હાલ આરોપીઓને પકડવા જિલ્લાભરમાં નાકાબ કરાઈ છે તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર