રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કડીમાં ગેરકાયદે રેતી વહન કરતા 6 ડમ્પર ઝડપાયા 2.40 કરોડનો મુદ્દામાલ સીઝ

કડીમાં ગેરકાયદે રેતી વહન કરતા 6 ડમ્પર ઝડપાયા 2.40 કરોડનો મુદ્દામાલ સીઝ

મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં પરમીટ વિના તેમજ ઓવરલોડ ખનીજ વહનની ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ ઝુંબેશના ભાગરૂપે કડી પંથકમાં હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા 6 ડમ્પર ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા. વિભાગની ટીમે તમામ વાહનો અને ખનીજનો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડી વાહન માલિકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી શરૂ કરી છે.

મહેસાણા જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંગની સૂચના અને માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમ દ્વારા કડી વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ-પરમીટ વગર સાદી રેતી ભરીને પસાર થઈ રહેલા 6 ડમ્પરને અટકાવી તપાસ કરતાં ગેરકાયદેસર વહન હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી ટીમે તમામ 6 ડમ્પર કબજે લીધા હતા.

ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરાયેલી સાદી રેતી અને 6 ડમ્પર મળી રૂ. 2.40 કરોડનો મુદ્દામાલ નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત નિયમોના ભંગ બદલ તમામ ડમ્પરના માલિકો સામે ₹ 9.27 લાખ જેટલી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની આ કડક અને સપાટાબંધ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન, વહન અને સંગ્રહ કરતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Kadi

સંબંધિત સમાચાર